Site icon hindtv.in

સુરતમાં ફરી એક હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી

સુરતમાં ફરી એક હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી
Spread the love

સુરતમાં ફરી એક હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી
રાજહંસ બેલીઝામાંથી દારૂ પાર્ટી પોલીસે જડપી
દારૂડીયા વેપારીઓની ધરપકડ કરી

સુરતમાં ફરી એક હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી ડુમસ વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડી છે. ડુમસના જશ્ન વિલામાંથી દારૂ પાર્ટી ઝડપાયા બાદ હવે રાજહંસ બેલીઝામાંથી દારૂ પાર્ટી પોલીસે જડપી પાડી દારૂડીયા વેપારીઓની ધરપકડ કરી હતી.

સુરતના ડુમસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરી એકવાર દારૂ પાર્ટી ઝડપાઈ છે. રાજહંસ બેલીઝામા બી ટાવરના ફ્લેટ નંબર 1317માં ચાલતી પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા હતાં. પોલીસે સ્થળ પરથી 14 દારૂની બોટલ, 8 મોબાઈલ ફોન અને એક કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે પોલીસે સ્થળ પરથી દારૂડિયા વેપારીઓ જેમાં અનુપમ પાંપાળીયા, ગોપાલ રાઠી, ધીરજ પાંપાળીયા, આનંદ પાંપાળીયા, મુદ્દસર માકડા અને ગગન ચાંડકની ધરપકડ કરી હતી.ડુમસ પોલીસના જણાવ્યા મુજબ જે ફ્લેટમાં પાર્ટી ચાલી રહી હતી તે વેપારી અનુપમ પાંપાળીયાનો હતો અને તમામ લોકો પોતાના વાહનમાં દારૂ લાવી પાર્ટી કરી રહ્યા હતાં. હાલ તો આ મામલે ડુમસ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version