Site icon hindtv.in

સુરતમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી

સુરતમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી
Spread the love

સુરતમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી
87 લાખની છેતરપિંડી કરાઈ હોવાની ઘટના સામે આવી
પોલીસે ચુસ્ત કાર્યવાહી કરી બે લોકોની ધરપકડ કરી છે.

 

સુરત શહેરના વરાછા વિસ્તારમાં સસ્તામાં સોનુ આપવાની લાલચમાં એક ટોળકી દ્વારા બોગસ આંગડિયા પેઠી ઉભી કરી રૂ. 87 લાખની છેતરપિંડી કરાઈ હોવાની ઘટના સામે આવી છે.પોલીસે ચુસ્ત કાર્યવાહી કરી બે લોકોની ધરપકડ કરી છે.

સુરત શહેરના વરાછા વિસ્તારમાં સસ્તામાં સોનુ આપવાની લાલચમાં એક ટોળકી દ્વારા બોગસ આંગડિયા પેઠી ઉભી કરી રૂ. 87 લાખની છેતરપિંડી કરાઈ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ચુસ્ત કાર્યવાહી કરી બે લોકોની ધરપકડ કરી છે. ફરિયાદીનું કહેવું છે કે, આરોપીઓએ તેમને વિશ્વાસમાં લઈ સસ્તા દરે સોનું આપવાનું વચન આપ્યું હતું અને ત્યારબાદ તેમની પાસે થી રોકડ રૂપિયામાં રૂ. 87 લાખ બોગસ આંગડિયા પેઠી ખાતે જમા કરાવ્યા હતા. પછીથી ટોળકીના સભ્યોએ ત્રીજા માળેથી આ રૂપિયા નીચે ફેંક્યા અને ભાગી છૂટ્યા હતા. આ આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે વરાછા પોલીસે તપાસ કરી બે ઈસમોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે રૂ. 5 લાખ રોકડ પણ કબ્જે કરી છે. પોલીસ હવે ટોળકીના અન્ય સભ્યો અને ગુનામાં વપરાયેલ અન્ય પુરાવાઓની શોધખોળમાં લાગી ગઈ છે. આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે અને લોકોને આવી સ્કીમો સામે સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

Exit mobile version