Site icon hindtv.in

સુરત શહેરમાં શ્વાનના આતંકનો વધુ એક કિસ્સો

સુરત શહેરમાં શ્વાનના આતંકનો વધુ એક કિસ્સો
Spread the love

સુરત શહેરમાં શ્વાનના આતંકનો વધુ એક કિસ્સો
રાજ રેસિડેન્સીમાં શ્વાને રહેવાસી પર હુમલો કર્યો
હુમલામાં રહેવાસી લોહીલુહાણ થયો

સુરત શહેરમાં શ્વાનના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પર્વત પાટિયાની રાજ રેસિડેન્સીમાં એક શ્વાને રહેવાસી પર હુમલો કરી તેને લોહીલુહાણ કરી દીધો હતો. તો ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં શ્વાનને ભગાવવાના પ્રયાસ છતાં તે સતત કરડવા દોડતો જોવા મળે છે.

સુરતમાં ફરી રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો હતો. સુરતના પર્વત પાટિયાની રાજ રેસિડેન્સીમાં 18 ઓગસ્ટની શ્વાન હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં જોવા મળે છે કે એક શ્વાન અચાનક રહેવાસી પર તૂટી પડે છે અને તેને કરડવા લાગે છે. શ્વાનને ભગાવવા માટે પ્લાસ્ટિકની ખુરશી મારવામાં આવી હોવા છતાં શ્વાન હુમલો કરવાનું બંધ કરતો નથી. હુમલામાં રહેવાસી લોહીલુહાન થયો હતો. જેને લઈ સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે પાલિકાનું શ્વાન રસીકરણ અને ખસીકરણનું અભિયાન ખરેખર જમીન પર થઈ રહ્યું છે કે માત્ર ચોપડા પર?

Exit mobile version