દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજનો વાર્ષિક સ્નેહમિલન
માંડવી તાલુકાના સાદડી ખાતે વાર્ષિક સ્નેહમિલન યોજાયો
માંડવી તાલુકાના સાદડી ખાતે દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજનો વાર્ષિક સ્નેહમિલન ભવ્ય રીતે યોજાયો
માંડવીના સાદડી ખાતે આવેલ “આદિ પ્રકૃતિ વન” ખાતે દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ફેડરેશન કાર્યક્રમ અમરસિંહ ઝેડ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, આ આયોજિત વાર્ષિક સ્નેહમિલન સમારોહ ભવ્યતા સાથે સંપન્ન થયો. સમાજની જિલ્લા, તાલુકા, શહેર અને ગ્રામ્ય યુનિટોના સક્રિય સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન સમાજની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતી આકર્ષક સાંસ્કૃતિક રજૂઆતો, આદિવાસી પરંપરાગત વાનગીઓના વિશેષ સ્ટોલો તથા યુવાનો માટે પ્રેરણાત્મક એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું. રમતગમત, નોકરી તથા વ્યવસાય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર યુવાનો પ્રોત્સાહિત ઈ નામ આપી સન્માનિત કર્યા હતા અને ચૌધરીસમાજના પ્રતિષ્ઠ વ્યક્તિને ચૌધરી રત્ન એવોર્ડ થીસન્માનિત કરવામાં આવ્યા. સાથે જ નિવૃત્ત સરકારી કર્મચારીઓ, પ્રાકૃતિક ખેતીમાં સફળ ખેડૂત મિત્રો તથા સામાજિક સેવાકીય ક્ષેત્રે યોગદાન આપનાર નાગરિકોને પણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા..

