Site icon hindtv.in

માંડવી કોલેજોમાં વાર્ષિક મહોત્સવ, વાઇફાઇ સુવિધા શરૂ

માંડવી કોલેજોમાં વાર્ષિક મહોત્સવ, વાઇફાઇ સુવિધા શરૂ
Spread the love

માંડવી કોલેજોમાં વાર્ષિક મહોત્સવ, વાઇફાઇ સુવિધા શરૂ
ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ વિદ્યાર્થીઓ માટે સુવિધા ખુલ્લી મૂકી

માંડવી એજ્યુકેશન સોસાયટી માં વાર્ષિક મહોત્સવ તથા વાઇફાઇ સુવિધા નું અનાવરણ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ના હસ્તે કરાયું

માંડવી એજ્યુકેશન સોસાયટી સંચાલીત તમામ કોલેજ માં તારીખ ૭/૨/૨૦૨૬ ના રોજ વાર્ષિક મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ૧૫૭ માંડવી વિધાન સભા ના ધારાસભ્ય માનનીય શ્રી કુંવરજી ભાઈ હળપતિ હાજર રહ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત માં કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વાઇફાઇ સુવિધા નું અનાવરણ કુંવરજીભાઇ ના હસ્તે કરવામાં આવ્યું હતું , જેનો કોલેજ ના તમામ વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસ માં વિના મૂલ્યે અનલિમિટેડ ઇન્ટરનેટ નો લાભ લઈ શકશે. આ તકે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી શ્રી જગદીશ ભાઈ પારેખ નું સન્માન ડો. આશિષભાઈ ઉપાધ્યાય દ્વારા તેમજ ધી માંડવી નાગરિક સહકારી બેંક ના ચેરમેન શ્રી જતીનભાઈ શાહ નું સન્માન માંડવી એજ્યુકેશન સોસાયટી ના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત મહોત્સવ માં કેમ્પસ માં ઉપલબ્ધ સ્ટડી સેન્ટર માં અભ્યાસ કરી કોન્સ્ટેબલ ની પરીક્ષા માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ ને કુંવરજીભાઇ હળપતિ ના હસ્તે ટ્રોફી વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.આ મહોત્સવ માં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકાર ની કૃતિઓ તેમજ રેમ્પ વોક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. અંતે ડી.જે ના સુર તાલ સાથે વિદ્યાર્થીઓ એ નાચ ગાન સાથે ઉત્સવ મનાવ્યો હતો. કાર્યક્રમ ના સફળ સંચાલન માટે માંડવી એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ ડો. વાસુદેવભાઇ જોખાકર અને મંત્રી શ્રી નલીનભાઈ શાહ દ્વારા તમામ કોલેજ સ્ટાફ ને અભિનંદન પાઠવ્યા હતા..

Exit mobile version