માંડવી ખાતે સુરત ગ્રામ્ય એસ.પીની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન
સુરત ગ્રામ્ય એસપી રાજેશ ગઢીયાની અધ્યક્ષતામાં લોક દરબાર
આશરે 12 થી 15 અજદારોને બોલવામાં આવ્યા
માંડવી ખાતે સુરત ગ્રામ્ય એસ.પીની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું, સુરત ગ્રામ્ય એસપી રાજેશ ગઢીયાની અધ્યક્ષતામાં માંડવી પોલીસ તંત્રનો લોક દરબાર યોજાયો હતો.
માંડવી પોલીસ સ્ટેશન ખાતે આજરોજ રાજેશ ગઢીયા સુરત ગ્રામ્યના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતુ. જેમાં પોલીસ કર્મચારીઓનો લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં કર્મચારીઓના પ્રશ્નો જાણવામાં આવ્યા અને સમસ્યા હોય તેનું નિરાકરણ કરવામાં આવ્યું હતું માંડવી પોલીસ તંત્રની વાર્ષિક ઇન્સ્પેક્શનમાં અક્ષેશ એન્જિનિયર મદદનીશ પોલીસ અધિક્ષક માંડવી વિભાગ તેમજ માંડવી પોલીસ તંત્રના પીઆઈ સીબી ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા સરસ કામગીરી કરવામાં આવી રહી છે અને કાયદો વ્યવસ્થા જાળવવામાં આવે છે આશરે 12 થી 15 અજદારોને બોલવામાં આવ્યા હતા તથા તેમના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવવામાં આવ્યું હતું તેમજ માંડવી પોલીસ તંત્રની કામગીરીથી સંતોષ છે કે નહીં તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને ઓવરઓલ કામગીરીથી સંતોષ કારક હોવાનું જણાવ્યું હતું

