Site icon hindtv.in

ધી નાગરિક સહકારી બેન્કની વાર્ષિક સાધારણ સભા

ધી નાગરિક સહકારી બેન્કની વાર્ષિક સાધારણ સભા
Spread the love

ધી નાગરિક સહકારી બેન્કની વાર્ષિક સાધારણ સભા
બારડોલીના સિનિયર સીટીઝન હોલ ખાતે સભાનું આયોજન
વર્તમાન સાધારણ સભામાં બોર્ડના 10 સભ્યો ફારેગ થયાં હતાં.
10 વર્ષથી વધુ ડિરેકટર પેદે રહેનારે નિયમોનું પાલનકરી રાજીનામાં આપ્યાં

બારડોલી ખાતે કાર્યરત ધી નાગરિક સહકારી બેન્કની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.

સહકારી ક્ષેત્રનું હબ ગણાતા બારડોલીમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે. જેમાં આર્થિક જીવાદોરી સમાન ધી.બારડોલી સહકારી બેંક ગણાય છે. ધી.બારડોલી નાગરિક સહકારી બેન્ક ની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલીના સિનિયર સીટીઝન હોલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 હજારથી વધુ સભાસદ ધરાવતી આ બેન્ક છે. વર્તમાન સાધારણ સભામાં બોર્ડના 10 સભ્યો ફારેગ થયાં હતાં. સહકારી બેન્કના નવા પેટા કાયદા મુજબ ફારેગ થયાં હતાં. 10 વર્ષથી વધુ ડિરેકટર પેદે રહેનાર RBI ના નિયમોનું પાલનકરી રાજીનામાં આપ્યાં હતાં.

વાર્ષિક સભામાં સાત જેટલા એજન્ડાના કામો હાથ પર લેવામાં આવ્યાં હતાં. જેમાં પેટા કાયદામાં સુધારો કરવાનો પણ મહત્વપૂર્વ ઠરાવ હતો. એજન્ડાના સાતે સાત તમામ કામો સર્વાનુમતે મંજુર કર્યા હતાં. સાથે જ વર્ષોથી બેન્કમાં સેવા આપનાર ડિરેક્ટરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સભાસદોને પ્રધાનમંત્રી સુરક્ષા કવચ વીમો વધુમાં વધુ ઉતારવા બેંકના પ્રમુખે આહવાન કર્યું હતું. જેને પણ બહાલી આપવામાં આવી હતી…

Exit mobile version