Site icon hindtv.in

માંડવી નાગરિક સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભા યોજાઇ

માંડવી નાગરિક સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભા યોજાઇ
Spread the love

માંડવી નાગરિક સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભા યોજાઇ
બેઠકમાં એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજુર થયા
બેંકનો નફો રૂા.૧.૦૮ કરોડ નોંધાયો અને ડીવીડન્ડ ૧૨ ટકા ચુકવવામાં આવશે

 

ધી માંડવી નાગરિક સહકારી બેંક લિમિટેડ, માંડવીની 54 મી વાર્ષિક સાધારણ સભા પુનામવાડી, માંડવી ખાતે મળી હતી. જેમાં એજન્ડાનાં તમામ કામો સભાસદોએ સર્વાનુમતે મંજુર કર્યા હતા. બેંકના ચેરપર્સન પાર્વતીબેન એમ. સાંગઠીયાએ સભાસદોને આવકાર્યા હતા અને બેંકની પ્રગતિનો ચિતાર રજુ કર્યો હતો.

વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષની સરખામણીમાં થાપણ અને ધિરાણ અને કારોબારમાં સારો વધારો થયેલ છે. બેંકનું નેટ એન.પી.એ 0.00 % તથા ગ્રોસ એન.પી.એ ૪.૯૨% થતા રીકવરી બાબતે સંતોષ વ્યક્ત કરેલ હતો, બેંકનો ચોખ્ખો નફો ૧.૦૮ કરોડ અને સભાસદોને ૧૨% જેટલુ ડીવીડન્ડ તથા નિયમીત હપ્તા ભરનાર સભાસદોને ૨ % વ્યાજ રીબેટ માટે ભલામણ કરી હતી. વધુમાં બેંકના દરેક સભાસદોનો રૂ।. ૩ લાખનો અકસ્માત વીમો તથા સામાજીક સંસ્થાને દાન આપી બેંક દ્વારા સમાજ સેવાનું પણ કામ કરવામાં આવે છે તેમ જણાવેલ. સભાસદો, ગ્રાહકો તથા શુભેચ્છકોનો સાથ-સહકારથી ઉત્તરોઉત્તર બેંક પ્રગતિ કરી રહી છે એમ જણાવી સૌના સાથ-સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આભારવિધિ બેંકનાં એમ.ડી શ્રી સુનિલભાઇ એન. રબારી એ કરી હતી અને વધુમાં જણાવેલ હતુ બેંકે ૫૩ વર્ષ પુર્ણ કરી અને વર્ષો વર્ષ પ્રગતિ કરેલ છે. સને ૨૦૧૪ માં બેંકની થાપણ ૬૬ કરોડ હતી જે આજે ૧૨૭ કરોડ થયેલ છે જેને ચાલુ વર્ષે ૧૩૦ કરોડ સુધી લઇ જઇશુ. અને બેંક દ્વારા તમામ પ્રકારની ડીજીટલ બેંકીંગ સેવાઓ આપી સગવડ અને સવલત વધારેલ છે તેમ જણાવી અને ૧૦ વર્ષથી પારદર્શક અને નિસ્વાર્થ વહીવટ બાબતે જણાવેલ હતું અને તમામ સભાસદો અને શુભેચ્છકોનો બેંકની પ્રગતિમાં સહકાર બદલ હ્રદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે બેંકનાં વાઇસ ચેરમેન નિતેશકુમાર આર. ઉપાધ્યાય, બોર્ડ ઓફ ડીરેક્ટર્સ, બેંકના CEO અને આસિસટન્ટ મેનેજર તથા કર્મચારીઓ અને જાગૃત સભાસદો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને સભાની કાર્યવાહી શાંતિપુર્ણ રીતે પુર્ણ થયેલ હતી.

Exit mobile version