Site icon hindtv.in

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગકારો મુશ્કેલીમાં

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગકારો  મુશ્કેલીમાં
Spread the love

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગકારો મુશ્કેલીમાં
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા મુકાયા મુશ્કેલીમાં
ભાવ વધવાથી રો મટીરીયલનું ટ્રાન્સપોર્ટેશન ઘણું મોંઘું થયું

પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવોના કારણે સામાન્ય જનતા તો પરેશાન છે જ પરંતુ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતોમાંની એક અંકલેશ્વરના ઉદ્યોગકારો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

ઈંધણના વધતા ભાવોના સીધા પ્રભાવથી ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે ઔદ્યોગિક ક્ષેત્રમાં ચિંતા ફેલાઈ છે.ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા રો મટીરીયલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ભારે વધારો થયો છે. જેને લઇ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતોમાંની એક અંકલેશ્વરના ઉદ્યોગકારો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું બનતા ઉત્પાદિત માલની કુલ કિંમત પર પણ અસર જોવા મળી રહી છે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે હાલની સ્થિતિ વધુ કપરા સમયમાં ફેરવાઈ રહી છે.

ડીઝલ આધારિત પ્લાન્ટ ચલાવતા ઉદ્યોગોને વધારાનું આર્થિક ભારણ સહન કરવું પડી રહ્યું છે. સતત વધતા ઈંધણ ખર્ચને કારણે પ્લાન્ટના દૈનિક ઓપરેશન ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે ઘણા ઉદ્યોગો નફાકારકતા જાળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version