Site icon hindtv.in

રાજકોટમાં BMW કાર અકસ્માત કેસમાં નબીરાને જામીન મળતા રોષ.

રાજકોટમાં BMW કાર અકસ્માત કેસમાં નબીરાને જામીન મળતા રોષ.
Spread the love

રાજકોટમાં BMW કાર અકસ્માત કેસમાં નબીરાને જામીન મળતા રોષ.
આરોપીને એક જ દિવસમાં જામીન મળી જતા પીડિત પરિવારમાં રોષ
પોલીસ આરોપીને છાવરતી હોવાનો કર્યો આક્ષેપ.

તારીખ 9 નવેમ્બરે રાત્રિના રાજકોટના કાલાવડ રોડ ઉપર પૂરપાટ ઝડપે દોડતી બીએમડબલ્યુ કારના ચાલક અને ઉદ્યોગપતિ આત્મન પટેલે એકટીવા પર જતા અભિષેક નાથાણીને હડફેટે લેતા કાર 10 ફૂટ ઉછળી અને અભિષેક 50 ફૂટ ફંગોળાયો અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું. આ ઘટનામાં આરોપીને એક જ દિવસમાં જામીન મળી જતા મૃતકના પરિવારજનોએ પોલીસ અને સરકાર સમક્ષ ન્યાયની માગણી કરી હતી.

રાજકોટના કાલાવડ રોડ ઉપર પૂરપાટ ઝડપે દોડતી BMW કારના ચાલક અને ઉદ્યોગપતિ આત્મન પટેલે અભિષેક નાથાણીને હડફેટે લેતા મૌત નીપજ્યું છે, આ ઘટનામાં આરોપીને એક જ દિવસમાં જામીન મળી જતા મૃતકના પરિવારજનોએ આ હિટ એન્ડ રન ઘટનામાં મનુષ્યવધની કલમ શા માટે લગાવવામાં નહી આવી હોવાના આક્ષેપ કર્યા છે, લાયસન્સ શા માટે સસ્પેન્ડ ન કરાયું ? જેલમાં શા માટે ન પૂરવામાં આવ્યો ? મૃતક યુવાનના માતા અને ભાભુએ આરોપીને ફાંસીની સજા મળે તે માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વિભાગ સમક્ષ માંગ કરી છે. અભિષેક નાથાણીના માતા વિલાસબેને જણાવ્યું હતું કે, આરોપીને જો છોડી મૂક્યો તો આજે મારો દીકરો ગયો છે કાલે બીજાનો દીકરો પણ જશે. પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી પૈસા ખાઈ ગઈ છે. સામેવાળા પૈસાવાળા છે એટલે પૈસા આપીને દીકરાને છોડાવી લીધો છે. સરકાર સમક્ષ અમારી ન્યાયની માંગણી છે. આ કાળ બનીને આવ્યો અને મારા દીકરાને ખાઈ ગયો છે. આ પ્રકારના વ્યક્તિઓને વાહન ચલાવવા આપવું જ ન જોઈએ.

મૃતક અભિષેકના ભાભુ તારા બેને જણાવ્યું હતું કે, આજે અમે અમારો દીકરો ગુમાવ્યો છે તેનું ખૂબ જ દુઃખ છે. અમારો સુરજડો આથમી ગયો છે અને તેથી અમારી એક જ માગણી છે તે તો સરકારના કાયદામાં જોગવાઈ હોય તો આવા શખ્સોને ફાંસીની સજા આપો. આ પ્રકારના ગુનેગારોને પકડવામાં આવે અને કડક સજા કરવામાં આવે તો જ આ પ્રકારના ગુનાઓ સમાજમાં અટકશે મારી ગૃહ મંત્રી હર્ષ સંઘવીને વિનંતી છે કે તમે આમાં કંઈક કરો કારણ કે આજે એક રાતમાં અમારો એક દીકરો ગયો છે. આવા દસ જશે તો ભારતની અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા પડી ભાંગશે. ગૃહ મંત્રી અને પોલીસ ખાતાવાળા ને મારું કહેવું છે કે જો તમારા દીકરા સાથે આવું થયું હોય તો તમે શું કરો? આ પ્રકારના શખ્સોને સમાજ સામે ખુલ્લો કરવો જોઈએ. અંતમાં તેમણે સવાલ કર્યો હતો કે, લર્નિંગ લાઇસન્સ ન હોય તો તેના માતા-પિતાને સજા થાય છે તો આવડો મોટો ગુનો કરે તો તેને કોઈ જ સજા ન થાય ?

આ અકસ્માત કરનાર બીએમડબ્લ્યુના ચાલકનું નામ આત્મન અક્ષયભાઈ પટેલ છે. તાલુકા પોલીસ મથકના પીએસઆઈ પી.જી.પરમારે જણાવ્યા અનુસાર, આ આત્મન ન્યારી ડેમ પાસે આવેલા તેના મિત્રના કાફેથી પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જે વાહનથી અકસ્માત સર્જાયો તે કાર આ આત્મનના પિતા અક્ષયભાઈ ઠાકરશીભાઈ પટેલના નામે રજિસ્ટર છે. અકસ્માત સર્જનાર ચાલકના પિતા અક્ષયભાઈનો મેટોડામાં કાચની ધાતુની ક્રોકરીઝ બનાવવાનો વ્યાપાર-ધંધો છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version