Site icon hindtv.in

સાંધીએરમાં અમરીશ પટેલની શંકાસ્પદ અકસ્માત ઘટનાને લઈ રોષ

સાંધીએરમાં અમરીશ પટેલની શંકાસ્પદ અકસ્માત ઘટનાને લઈ રોષ
Spread the love

સાંધીએરમાં અમરીશ પટેલની શંકાસ્પદ અકસ્માત ઘટનાને લઈ રોષ
ન્યાયની માંગ સાથે પરિવાર અને સમાજની રેલી
રેલી યોજી રેન્જ ઓફિસે પહોંચીને રજૂઆત કરાઈ
અમરીશ પટેલના પરિવારજનો દ્વારા ન્યાયની માંગ

સુરતના ઓલપાડના સાંધીએર ગામમાં બનેલી અમરીશ પટેલની શંકાસ્પદ અકસ્માતની ઘટનાને લઈને પરિવાર અને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ન્યાયની માંગ સાથે રેલી યોજી રેન્જ ઓફીસે પહોંચી રજુઆત કરાઈ હતી.

સુરત જિલ્લાના ઓલપાડના સાંધીએર ગામમાં બનેલી અમરીશ પટેલની શંકાસ્પદ અકસ્માતની ઘટનાનો મામલો હવે ઉગ્ર બન્યો હોય તેમ મૃતક અમરીશ પટેલના પરિવારજનો અને સમાજના લોકો દ્વારા ઘટનાની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસની માંગ સાથે પ્રતીક રેલી યોજવામાં આવી હતી. અઠવાલાઇન્સ વનિતા વિશ્રામ ખાતેથી શરૂ થયેલી રેલી રેન્જ ઓફિસ સુધી પહોંચી હતી. પરિવાર અને સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે સમગ્ર ઘટનાને માત્ર અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ઘટનાની હકીકત સામે લાવવા માટે નિષ્પક્ષ તપાસ જરૂરી છે. આ મામલે ઓલપાડ પોલીસે અત્યાર સુધીમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, પરિવાર અને સમાજની માંગ છે કે જો તપાસમાં હત્યાના તથ્યો સામે આવે તો હત્યાની કલમોનો પણ ઉમેરો કરવામાં આવે. આ અગાઉ પણ પરિવાર અને સમાજના લોકોએ ઓલપાડ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી તાત્કાલિક તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારે હવે પ્રતીક રેલી મારફતે પરિવાર અને સમાજે ફરી એકવાર સ્પષ્ટ માંગ કરી છે કે ઘટનાની દરેક કડીની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને અમરીશ પટેલને ન્યાય મળે.

Exit mobile version