Site icon hindtv.in

સુરતમાં ખાડી પૂરને લઇ લોકોમાં રોષ ફાટી નીકળ્યો

સુરતમાં  ખાડી પૂરને લઇ લોકોમાં રોષ ફાટી નીકળ્યો
Spread the love

સુરતમાં ખાડી પૂરને લઇ લોકોમાં રોષ ફાટી નીકળ્યો
પર્વત ગામની સોસાયટીમાં લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો
સોસાયટીની બહાર રાજકીય પક્ષો વિરુદ્ધ બેનરો લાગ્યાં

સુરતના પરવટની નંદનવન સોસાયટીના લોકોએ જ્યાં સુધી ખાડી પુરનો ઉકેલ ન આવે ત્યાં સુધી વોટ માંગવા નહી આવતા તેવી ચિમકી ઉચ્ચારી હતી.

સુરતના પરવટ ખાતે આવેલી નંદનવન સોસાયટીમાં પણ ખાડી પુરના પાણી ભરાયા હોય જેને લઈ નંદનવન સોસાયટીના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ખાડીપુર બાદ લોકોમાં નેતાઓ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અને લોકોએ કહ્યુ હતું કે જ્યાં સુધી ખાડીપુરની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી મત માંગવા આવવુ નહી તેવી ચિમકી ઉચ્ચારી હતી. અને સાથે લોકોએ સોસાયટી બહાર બેનરો લગાવ્યા હતા. તો અસરગ્રસ્ત વિસ્તારમાં એક પણ ધારાસભ્ય ન ફરક્યા હોવાનું પણ ઉલ્લેખ સ્થાનિકોએ કર્યો હતો.

Exit mobile version