Site icon hindtv.in

ભરૂચમાં આંગણવાડી બહેનોને ન્યૂડ કોલ કરનારો ઝડપાયો

ભરૂચમાં આંગણવાડી બહેનોને ન્યૂડ કોલ કરનારો ઝડપાયો
Spread the love

ભરૂચમાં આંગણવાડી બહેનોને ન્યૂડ કોલ કરનારો ઝડપાયો
ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસને મળી મોટી સફળતા.
પંજાબના ફિરોજપુરથી આરોપી ગુરજીતસિંઘની ધરપકડ

ભરૂચમાં આંગણવાડીની 50 જેટલી મહિલાઓને ન્યૂડ વીડિયો કૉલ કરનાર આરોપી પંજાબથી પકડાયો છે. જેનું નામ કુરજીતસિંગ રાયસિંગ છે અને તેણે અશ્લીલ હરકતો કર્યાની કબૂલાત પણ કરી છે. પણ આંગણવાડીની મહિલાઓ કેવી રીતે ભોગ બની તે અંગે તેને પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

ભરૂચમાં અઠવાડિયે પહેલા જિલ્લાની આંગણવાડીમાં કામ કરતી લગભગ પચાસેક જેટલી મહિલા કર્મીઓને એક જ નંબર પરથી ન્યૂડ વીડિયો કૉલ આવવાની ગંભીર ઘટના સામે આવી હતી. જે મામલે તપાસ કરી ભરુચ પોલીસે આ નરાધમને પંજાબથી પકડી પાડ્યો છે.અને તેની પૂછપરછમાં તેણે પોતે જ આ વીડિયો કૉલ કરી, આવી અશ્લીલ હરકતો કર્યા હોવાનું કબૂલ્યું છે. ઉપરાંત તેણે ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. ભરૂચના ડીવાયએસપી સી.કે.પટેલે આપેલીમાહિતી અનુસાર, આ મહિલાઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરતા આરોપીનું લોકેશન પંજાબના હીરોઝપુર જિલ્લાના એક ગામે ટ્રેસ થયું હતું. જે બાદ પોલીસની એક ટીમ પંજાબ પહોંચી હતી અને ફરિયાદના ત્રણ દિવસમાં જ આરોપી કુરજીતસિંગ રાયસિંગની ધરપકડ કરાઈ હતી. ભરુચ જિલ્લામાં ખાસ કરીને ભરૂચ, ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકામાં આંગણવાડીની મહિલા કર્મીઓને સરકાર તરફથી આપવામાં આવેલા સીમકાર્ડ પર એક અજાણ્યા નંબર પરથી દિવસે તથા અડધી રાતે પણ વીડિયો કૉલ આવતા હતા. જેના પર એક વ્યક્તિ અશ્લીલ હરકતો કરતો હતો. ફરિયાદ મુજબ 10 દિવસમાં લગભગ 50 મહિલાઓને આવા અશ્લીલ સામગ્રીવાળા વીડિયો કૉલ આવ્યા હતા. જેના કારણે આ મહિલાઓ પોલીસ સ્ટેશને પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version