Site icon hindtv.in

પાટીદાર સમાજને લઈને અનાર પટેલનું સૌથી મોટું નિવેદન

પાટીદાર સમાજને લઈને અનાર પટેલનું સૌથી મોટું નિવેદન
Spread the love

પાટીદાર સમાજને લઈને અનાર પટેલનું સૌથી મોટું નિવેદન
પાટીદાર સમાજને તોડવાનું કામ કરનારાઓથી દૂર રહો
અત્યારે ઘરે-ઘરે નેતા છે, દરેકને મોટા થવું છે

ઉત્તર ગુજરાતના પાલનપુર પંથકમાં આયોજિત એક કાર્યક્રમમાં અચાનક વાતાવરણ ગરમાયું હતું. સ્પીકર પરથી વહેતા શબ્દોમાં ઠપકો પણ હતો અને ભવિષ્યની ચિંતા પણ. ખાસ કરીને એક મજબૂત સમાજની અસ્મિતા અને તેન યુવાનોની કાર્યશૈલી પર સવાલો ઉઠાવીને નેતાગીરીના મોહને ખુલ્લો પાડવામાં આવ્યો.

ઉત્તર ગુજરાતના ગઢ ગણાતા વિસ્તારમાં એક એવું સંબોધન થયું જેણે સમગ્ર સમાજમાં હલચલ મચાવી દીધી છે. મંચ પરથી વરસેલા શબ્દોના પ્રહાર સીધા હૃદય સોંસરવા ઉતરી જાય તેવા હતા. પરિવર્તનની હાકલ વચ્ચે કેટલીક એવી વાસ્તવિકતાઓ રજૂ કરવામાં આવી કે શ્રોતાઓ પણ મૌન થઈ ગયા. આખરે એવું તો શું બોલાયું કે જેનાથી ભવિષ્યની પેઢી અને સામાજિક માળખા પર સવાલો ઉભા થયા ? તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે પટેલોએ પોતાની નવી ઓળખ ઉભી કરવી પડશે. પાટીદારો સ્વભાવે અને બોલવામાં કડવા હોય છે તેવો ઉલ્લેખ કરીને તેમણે હવે મીઠું બોલતા શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સામાજિક એકતા માટે સ્વભાવમાં પરિવર્તન લાવવું અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું હતું. અનાર પટેલે પોતાના સંબોધનમાં સમાજને તોડવાની કોશિશ કરનારા લોકો સામે લાલ આંખ કરી છે. તેમણે કહ્યું કે સમાજમાં ભાગલા પાડવા અને લોકોને વિખેરવા તે અંગ્રેજોની જૂની નીતિ છે. અત્યારે કોણ સમાજને તોડી રહ્યું છે તેને ઓળખવાનો સમય પાકી ગયો છે.

દરેક ઘરે નેતા થવાની અને મોટા થવાની હોડ જામી છે જે સામાજિક સંગઠન માટે જોખમી સાબિત થઈ શકે છે. સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલા મુદ્દામાં તેમણે સમાજની દીકરીઓના અન્ય સમાજમાં જવા પાછળનું કારણ સમજાવ્યું હતું. અનાર પટેલે કહ્યું કે જ્યારે આપણા સમાજના દીકરાઓ સક્ષમ નહીં હોય ત્યારે દીકરીઓ અન્યત્ર આકર્ષાય તે સ્વાભાવિક છે. જો યુવાનો દારૂ પીતા હોય, રખડતા હોય કે કામ ચોરી કરતા હોય તો દીકરીઓ બીજા સમાજના સક્ષમ છોકરાઓ જોડે જતી રહેશે. દારૂ જેવી બદીઓથી દૂર રહેવા અને આવા તત્વોને સમાજમાંથી બહાર કાઢવા તેમણે હાકલ કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version