માંડવી એજ્યુકેશન સોસાયટી દ્વારા આનંદ મેળાનું સુંદર આયોજન
સંસ્થાના પ્રમુખ ડોક્ટર વાસુદેવ જોખાકરના હસ્તે ખુલ્લો મુક્યો
માંડવીમાં તારીખ 12/2/26 ને ગુરુવારે ધી માંડવી હાઇસ્કુલ માંડવી ના પટાંગણમાં પ્રાથમિક વિભાગ, શિશુવિહાર, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ ડોક્ટર વાસુદેવભાઈ જોખાકરના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં પ્રાથમિક વિભાગના આચાર્ય દતેશભાઈ ભટ્ટ આચાર્ય પ્રાથમિક વિભાગ, તેમજ ધી માંડવી હાઇસ્કુલના આચાર્ય શૈલેષભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી મંડળના લોકનાથભાઈ મહંત, જયુભાઈ પી.શાહ, જયવદન શુક્લ તેમજ શાળાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,
આનંદ મેળામાં કુલ 38 સ્ટોલ પર અવનવી વાનગીઓ રાખવામાં આવ્યા હતાં જેમાં બાળકો અને તેમના માતા-પિતા દ્વારા ઉત્સાહભેર વાનગીઓ આરોગી ખૂબ જ આનંદ માણ્યો હતો અને આવા કાર્યક્રમો ધી માંડવી એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા માં થતા રહે એવી શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ, શિક્ષકો અને આચાર્ય શ્રીઓએ પોતાનું યોગદાન આપ્યું હતું જેમાંદરેકને ધી માંડવી એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા….

