સુરતમાં ફરી અજાણ્યાની લાશ મળી
પોલીસે તળાવમાંથી અજાણ્યાની લાશ બહાર કાઢી
હજીરા પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી
સુરતમાં હીજા વિસ્તારમાંથી અજાણ્યાની લાશ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી. તળાવમાંથી અજાણ્યાની લાશ બહાર કાઢી પોલીસે તપાસ હાથ ધરી હતી.
સુરતમાં ફરી એક અજાણ્યાની લાશમળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. વાત એમ છે કે સુરતના હજીરા વિસ્તારમાં તળાવમાંથી અજાણી લાશ મળી આવી હતી. હજીરાના સુવાલી ગામની નજીક ટાટા કોલોની પાછળ આવેલા તળાવમાં અજાણી લાશ દેખાતા પોલીસ અને ફાયરને જાણ કરાઈ હતી જેથી તાત્કાલિક ફાયરે સ્થળે દોડી જઈ તળાવમાંથી અજાણી લાશ બહાર કાઢી પોલીસને સોંપતા હજીરા પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી હતી અને મૃતક અંગે તપાસ હાથ ધરી હત.

