Site icon hindtv.in

આણંદ જિલ્લામાં અડાસ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ ધરાશાયી.

આણંદ જિલ્લામાં અડાસ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ ધરાશાયી.
Spread the love

આણંદ જિલ્લામાં અડાસ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ ધરાશાયી.
50 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો બ્રિજ.
વડોદરા ડિવિઝનના DRM પહોંચ્યા ઘટના સ્થળે.

આણંદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બ્રિજ સંબંધિત આ ત્રીજી મોટી ઘટના છે. અગાઉ રાજુપુરા વાસદ અને ગંભીરા બ્રિજ દુર્ઘટનાઓ બની ચૂકી છે. હાલમાં આ ઓવરબ્રિજ તૂટી પડવાની ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતનો વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. આણંદ જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ ગત રાત્રે તારીખ 30 મી મે એ અચાનક ધરાશાયી થયો હતો. દનસીબે ઘટના સમયે સ્થળ પર કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આણંદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બ્રિજ સંબંધિત આ ત્રીજી મોટી ઘટના છે. અગાઉ રાજુપુરા વાસદ અને ગંભીરા બ્રિજ દુર્ઘટનાઓ બની ચૂકી છે. હાલમાં આ ઓવરબ્રિજ તૂટી પડવાની ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ બ્રિજ ધરાશાયી થતા આસપાસના રહેણાંક મકાનોમાં ધ્રુજારીનો અનુભવ થયો હતો. આણંદ તાલુકાના વડોદ અને અડાસ રોડ સ્ટેશન વચ્ચે લેવલ ક્રોસિંગ રેલવે ફાટક નંબર 250 ઉપર ઓવરબ્રિજ માટેનું બાંધકામ રેલવે ગતિશક્તિ યુનિટ વડોદરા કરી રહ્યું હતું. જેમાં અડાસ ગામથી હાઇવે તરફ જતા ઢાળના સ્પાન તૈયાર કરીને એપ્રોચ ગર્ડર્સ ઉપર ગોઠવવામાં આવ્યા હતા. જેમાં શનિવારે સાંજે સાત વાગ્યાની આસપાસ બે બીમ વચ્ચેના ત્રણ ગર્ડર વધુ વજન અથવા અસંતુલનના કારણે મોટા ધડાકા સાથે નીચે બેસી ગયા હતા. આ વખતે બ્રિજ નીચે કોઈ અવરજવર કે વ્યક્તિઓ ન હોવાથી મોટી દુર્ઘટના સાથે જાનહાનિ થવાની શક્યતા ટળી જવા પામી હતી

આપને જણાવીએ કે, આણંદથી મુંબઈ જતી રેલવે લાઇન પર અડાસ ગામ પાસેના રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ગામથી હાઇવે તરફ જતાં રેલવે ટ્રેકથી થોડે દૂર શનિવારે મોડી સાંજે નિર્માણાધીન પુલનો ઢાળ તરફનો એક ભાગ બે બીમ વચ્ચેથી તૂટી ગયો હતો. આ બ્રિજ ધડાકાભેર પડવાને કારણે આસપાસના રહેણાંક મકાનો ધ્રુજી ગયા હતા. જેના કારણે ભયના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે. આ બ્રિજ પડવાને કારણે આસપાસના રહેણાંક મકાનો ધ્રુજી ઉઠતા સ્થાનિક રહીશો ભયભીત થયા હતા. આ ઘટનાની જાણ પોલીસ તથા રેલવે તંત્ર તેમજ આણંદના વહીવટી તંત્રને કરવામાં આવતા અધિકારીઓ સાથે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આણંદના પ્રાંત અધિકારી ડો. મયુર પરમાર સાથે ડીવાયએસપી જે. એન. પંચાલ તથા વાસદ પોલીસે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version