Site icon hindtv.in

સુરતના કામરેજમાં તાપી નદી પરના બ્રિજ પર લોખંડની પ્લેટ

સુરતના કામરેજમાં તાપી નદી પરના બ્રિજ પર લોખંડની પ્લેટ
Spread the love

સુરતના કામરેજમાં તાપી નદી પરના બ્રિજ પર લોખંડની પ્લેટ
લોખંડની પ્લેટ દુર કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી
જિલ્લા પોલીસ વડાએ સ્થળ નિરિક્ષણ કર્યા બાદ માર્ગને બંધ કર્યો

સુરતના કામરેજમાં તાપી નદી પરના બ્રિજ પર લોખંડની પ્લેટ દુર કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. તો જિલ્લા પોલીસ વડાએ સ્થળ નિરિક્ષણ કર્યા બાદ માર્ગને બંધ કરી દીધો છે.

સુરત કામરેજ તાપી નદી બ્રિજ મામલે બ્રિજ પરથી લોખંડની પ્લેટ દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે. સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદથી સુરત જતા માર્ગનો એક તરફનો કામરેજ સુધીનો માર્ગ બંધ કર્યો છે. કામરેજના રંગોલી ચોકડીથી કામરેજ સુધી રસ્તો બંધ કર્યો છે. અને કામરેજ બ્રિજના વૈકલ્પિક માર્ગ તરીકે એક્સપ્રેક્ષ વે શરૂ કરવામાં આવ્યો છે. નેશનલ હાઈવેના ટ્રાફિકને એક્સપ્રેક્ષ વે પર ડાયવર્ટ કરાયો છે. તો સુરત તરફ જતા વાહનો કીમ ચારરસ્તાથી રંગોલી ચોકડી તરફ જઈ શકશે. જ્યારે બારડોલી, નવસારી તરફ જતા વાહનો એક્સપ્રેક્ષ મારફતે જઈ શકશે. અને અમદાવાદ તરફ જતા આવતા વાહનો નાની નારોલીથી એક્સપ્રેક્ષનો ઉપયોગ કરવાનો રહેશે. આ કામગીરી 30 દિવસ સુધી ચાલશે જેને લઈ કામરેજ તાપી બ્રિજ અવજ જવર માટે બંધ કરાયો છે. તો સુરત જિલ્લા પોલીસ વડાએ સુરત જિલ્લાના વાહન ચાલકોને ટ્રાફિક રુલ્સ માટે સહકાર આપવા અપીલ કરી છે.

Exit mobile version