સુરતમાં સાયબર ક્રાઈમ આચરતી આંતર રાષ્ટ્રીય ગેંગ ઝડપાઇ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સાયબર ક્રાઈમ આચરતી આંતર રાષ્ટ્રીય ગેંગ ઝડપાઇ
એકને ઝડપી પાડી 19 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
આરોપી ભાવેશ મનોજ શીંદેને ઝડપી ઝડપ્યો

સુરતમાં સાયબર ક્રાઈમ આચરતી આંતર રાષ્ટ્રીય ગેંગને સેવીંગ અને કરંટ બેંક એકાઉન્ટો પુરા પાડી દેશના જુદાજુદા ભાગોમાં સાયબર ક્રાઈમના ગુના આચરતી ગેંગનો સુરત સાયબર ક્રાઈમે પર્દાફાશ કરી એકને ઝડપી પાડી 19 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા અપાયેલી સુચનાને લઈ નાયબ પોલીસ કમિશનર સાયબર ક્રાઈમ બિશાખા જૈન અને મદદનીશ પોલીસ કમિશનર એસઈ ડેનયલ્સના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ મેદાને હતી ત્યારે સાયબર ક્રાઈમ આચરતી આંતર રાષ્ટ્રીય ગેંગને સેવીંગ અને કરંટ બેંક એકાઉન્ટો પુરા પાડી દેશના જુદાજુદા ભાગોમાં સાયબર ક્રાઈમના ગુના આચરતી ગેંગનો સુરત સાયબર ક્રાઈમે પર્દાફાશ કરી મુળ મહારાષ્ટ્રનો અને હાલ ડિંડોલી ખાતે રહેતા આરોપી ભાવેશ મનોજ શીંદેને ઝડપી પાડી તેના ઘરમાંથી 18 લાખ 50 હજાર રોકડ તથા મોપેડ અને વિવિધ બેંકોના ડેબીટ કાર્ડ, પાસબુક, 40 જેટલા સીમકાર્ડ મળી 18 લાખ 87 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *