Site icon hindtv.in

વડોદરા કારની અડફેટે માસૂમ બાળકીનું મોત.

વડોદરા કારની અડફેટે માસૂમ બાળકીનું મોત.
Spread the love

વડોદરા કારની અડફેટે માસૂમ બાળકીનું મોત.
ગોત્રી કો-ઓપરેટિંગ હાઉસિંગ સોસાયટીમાં બની ઘટના.
મજૂર પરિવારની 1 વર્ષની બાળકીનું કારની અડફેટે મોત
આરોપી અર્જુન અમરસિંહ ચાવડાની ધરપકડ કરી

ગુજરાત ભરમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ હોઈ તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. તાજેતરમાં જ ગાંધીનગરમાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો હતો જેમાં કાર ચાલકે અડફેટે લેતાં 5 લોકોના મોત નિપજ્યા હતા એવામાં ફરી એક વખત વડોદરામાં રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.

વડોદરામાં કારની અડફેટે આવી જતાં માસૂમ બાળકીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. શહેરના ગોત્રી ઇસ્કોન હાઇટ્સ વિસ્તારમાંથી આ ગંભીર અકસ્માતની ઘટના સમે આવી રહી છે. બાંધકામ સાઇટ ઉપર આંગણામાં રમી રહેલી માસૂમ એલિસા નિનામાનું કારની અડફેટે આવી જતાં મોત નિપજ્યું છે જેને પગલે પરિવાર દ્વારા ન્યાયની માંગ કરાઇ છે. જો કે સમગ્ર મામલે ગોત્રી પોલીસે આરોપી અર્જુન અમરસિંહ ચાવડાની ધરપકડ કરી છે.

મધ્યપ્રદેશના મૂળ વતની અને હાલ ન્યુ વીઆઇપીરોડ પર ભરવાડ વાસમાં ભાડાના મકાનમાં રહેતા અરવિંદ દલસિંગ નીનામા પત્ની, પિતા તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે આજે સવારે ગોત્રી રોડ પર ઇસ્કોન હાઇટ્સની સામે ગોત્રી કો.ઓ. હા.સો.માં સતિષભાઇ અગ્રવાલના બંગલામાં બાથરૃમના કામની મજૂરી માટે ગયા હતાં. પરિવારના સભ્યો કામ કરતા હતા જ્યારે અરવિંદની દોઢ વર્ષની પુત્રી ઇલીશા તેમજ તેની નાની બહેન બંને પાર્કિગમાં રમતા હતાં. દરમિયાન સવારે 10 વાગે બંગલાના માલિકનો ડ્રાઇવર અર્જુનસિંહ અમરસિંહ ચાવડા પાર્કિંગમાં પડેલી કાર આગળ ચલાવતો હતો ત્યારે ત્યાં રમતી ઇલીશાના પગે કાર અથડાતા તે નીચે પડી ગઇ હતી અને કારનું વ્હિલ શરીર ઉપર ફરી વળ્યું હતું.બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાઇ હતી પરંતુ તેનું મોત નિપજ્યું હતું. આ અંગે અરવિંદ નીનામાની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે ગુનો નોંધી ચાલક અર્જુનસિંહની અટકાયત કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version