Site icon hindtv.in

સુરતમાં માનવતાને શરમાવે તેવી ઘટના

સુરતમાં માનવતાને શરમાવે તેવી ઘટના
Spread the love

સુરતમાં માનવતાને શરમાવે તેવી ઘટના
આરોપીએ વૃદ્ધાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું
61 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ કરનાર ઈરફાન કલીમ ચાંદ શેખને પકડ્યો

સુરતમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે જેમાં 61 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ કરનાર પડોશી યુવકને સલાબતપુરા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતને ફરી શર્મસાર કરતોકિસ્સો સામે આવ્યો છે જેમાં સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતી 61 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મની ગંભીર ઘટના બની હતી. વાત એમ છે કે માનદરવાજા વિસ્તારમાં રહેતી વૃદ્ધા ઘરમાં એકલી હતી ત્યારે પડોશમાં રહેતો 38 વર્ષીય ઈરફાન કલીમ ચાંદ શેખ રાત્રે આશરે 11 વાગ્યે જમવાનું આપવાના બહાને ઘરમાં ઘૂસ્યો હતો. ત્યારબાદ આરોપીએ વૃદ્ધાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સલાબતપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ઈરફાન કલીમ ચાંદ શેખની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version