સુરતમાં અકસ્માતમાં મોતની ઘટના સામે આવી
કેટીએમ બાઈક પર ઉધના મગદલ્લા રોડ પરથી પસાર થતા અકસ્માત
અકસ્માતમાં યુવાનનું માથું ધડથી અલગ થઈ ગયો
સુરતમાં અકસ્માતમાં મોતની ઘટના સામે આવી છે. બાઈકર કેટીએમ બાઈક પર ઉધના મગદલ્લા રોડ પરથી પસાર થતો હતો તે સમયે અકસ્માત સર્જાતા મોત નિપજ્યુ હતું. તો અકસ્માતમાં યુવાનનું માથું ધડથી અલગ થઈ ગયો હતો.
સુરતના ઉધાન મગદલ્લા રોડ ઉપર કેટીએમ બાઈક ચાલકનું અકસ્માત મોત થયુ હતું. યુનિવર્સિટીથી ગ્રેટ લાઈનર બ્રિજ ઉતરતા અકસ્માત થયો હતો જેમાં બાઈકર અને કેટીએમ ચાલક યુ ટ્યુબર પી.કે.આર. બ્લોગર પ્રિન્સ પટેલનુ મોત નિપજ્યુ હતું. પ્રિન્સએ સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત થયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. તો અકસ્માત એટલો ગંભીર રીતે થયો કે ચાલકનું માથું અને ધડ અલગ થઈ ગયું હતું. પ્રાથમિક માહિતી બાઈક ચાલકે હેલ્મેટ ન પહેર્યા હોવાનું સામે આવ્યું છે. તો બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને હાલ ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

