Site icon hindtv.in

ગાંધીનગરમાં કોળી સમાજની અગત્યની બેઠક

ગાંધીનગરમાં કોળી સમાજની અગત્યની બેઠક
Spread the love

ગાંધીનગરમાં કોળી સમાજની અગત્યની બેઠક
ધારાસભ્ય હિરાભાઈ સોલંકીની આગેવાનીમાં બેઠક
સમાજની રાજકીય દિશા નક્કી કરવાના એજન્ડા પર ચર્ચા

ગુજરાતમાં થોડા સમય અગાઉ પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા આગેવાનો ગાંધીનગરમાં એકત્રિત થયા હતા અને તેમણે રાજકીય તથા સામાજિક મુદ્દા પર ચર્ચા કરી હતી. ગાંધીનગરમાંજ રવિવારે કોળી સમાજના યુવાન આગેવાનો એકત્રિત થઇને સમાજની રાજકીય દિશા નક્કી કરવાના એજન્ડા પર ચર્ચા કરાય છે

ગાંધીનગરમાં જ રવિવારે કોળી સમાજના યુવાન આગેવાનો એકત્રિત થઇને સમાજની રાજકીય દિશા નક્કી કરવાના એજન્ડા પર ચર્ચા કરશે. અહીં સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજના આગેવાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને બેઠકમાં આગામી સમયમાં રાજકીય વલણને લઇને ચર્ચા કરવામાં આવશે. અખિલ ભારતીય કોળી યુવા સંગઠનના પ્રદેશ મહામંત્રી બળદેવ સોલંકીએ કહ્યું કે, અમારો સમાજ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મતો ધરાવે છે અને અમારા લોકો દરેક પક્ષ સાથે જોડાયેલા છે. અમે એવું ઇચ્છીએ છીએ કે પક્ષો અમારા નેતાઓને માત્ર પ્રતિનિધિત્વ જ નહીં પ્રભુત્વ પણ આપે. અમે આ મિટીંગમાં આ અંગે એક એજન્ડા તૈયાર કરીને ઠરાવ પસાર કરીશું. જે પક્ષ અમારા સમાજના નેતાને પ્રભુત્વ આપે તેની પડખે અમે આગામી ચૂંટણીમાં રહીશું. આ સિવાય પણ અલગ-અલગ મુદ્દાઓ પર અમારા સમાજના આગેવાનો ચર્ચા કરવાના છે, તેની સત્તાવાર જાહેરાત અમે અમારી બેઠક પૂરી થયા પછી જ કરીશું. ત્યારે આજે કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ બેઠક બાદ શું કહ્યું સાંભળો

આ અગાઉ પણ કોળી સમાજના આગેવાનોએ ગાંધીનગરમાં બેઠક કરી હતી, જો કે સમાજના આગેવાનો જ અલગ-અલગ જૂથમાં વહેંચાયેલા હોવાથી તે વખતે કોઇ નિવેડો આવ્યો ન હતો. કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાના પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેને દિલ્હીમાં મળીને ગુજરાતમાં પક્ષનું સુકાન કોળી નેતાને સોપવા માગ કરી હતી. આમ આદમી પાર્ટીના એક માત્ર કોળી ધારાસભ્ય હાલ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે. હાલ ગુજરાતમાં ભાજપના 16 અને કોંગ્રેસ તથા આપના એક-એક કોળી ધારાસભ્ય છે. વર્તમાન સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઉપરાંત રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પરસોત્તમ સોલંકી અને મુકેશ પટેલ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા હાલ દંડક છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version