Site icon hindtv.in

સુરતના વરાછા વિસ્તારમાં ઈવી કારનો અકસ્માત સર્જાયો

સુરતના વરાછા વિસ્તારમાં ઈવી કારનો અકસ્માત સર્જાયો
Spread the love

સુરતના વરાછા વિસ્તારમાં ઈવી કારનો અકસ્માત સર્જાયો
સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

સુરતના વરાછા વિસ્તારમાં ચીકુવાડી નજીક એક ઈવી કારનો અકસ્માત સર્જાયો હતો તો અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

સુરતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતના વરાછાના ચીકુવાડી નજીક એક ઇલેક્ટ્રિક કાર અકસ્માતનો ભોગ બનતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જોકે કારને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

Exit mobile version