તાપી : નિઝર વિધાનસભામાં ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’નું આયોજન કરાયું

Featured Video Play Icon
Spread the love

તાપી : નિઝર વિધાનસભામાં ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’નું આયોજન કરાયું
પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા

આજે નિઝર વિધાનસભામાં ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. લોકતંત્રને વધુ મજબૂત કરવા માટે ‘એક દેશ, એક ચૂંટણી’ એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. એમ કહીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અભિયાનના ભાગરૂપે જેમાં ઉપસ્થિત રહીને આ પગલાંની અગત્યતા બાબતે માહિતી આપી.

આ સંમેલનમાં બારડોલીના ધારાસભ્ય અને કાર્યક્રમના વક્તા ઈશ્વરભાઈ પરમારે ‘એક દેશ, એક ચૂંટણી’ના મહત્વ અને ઉદ્દેશ્યો વિશે વિગતવાર સમજૂતી આપી. જેમાં ઉપસ્થિત રહ્યા નિઝરનાં ધારાસભ્ય જયરામભાઈ ગામીત, જિલ્લા ભાજપ મહામંત્રી રાકેશભાઈ કાચવાલા, ડૉ.નિલેશભાઈ ચૌધરી અને સુહાગભાઈ પાડવી, પ્રદેશ મહિલા મોરચા મંત્રી કૈલાસબેન ગામીત સોનગઢ નગર પાલિકા પ્રમુખ સારીકાબેન પાટીલ, અને કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મેહતા તેમજ અમિત ભાઈ અગ્રવાલ અને અન્ય હોદ્દેદારો, મંડળ પ્રમુખો, સંગઠનોના સભ્યો, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *