સુરતના જહાંગીરાબાદ ખાતે વૃદ્ધનું ફાયરે રેસ્ક્યુ કર્યુ
ટાઈમ ગેલેક્સીની એ બિલ્ડીંગના 10 મા માળેથી પટકાયા
8 મા માળે જાળીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું
સુરતના જહાંગીરાબાદ ખાતે ડીમાર્ટ પાસે આવેલ ટાઈમ ગેલેક્સીની એ બિલ્ડીંગના 10 મા માળેથી પટકાયેલા અને 8 મા માળે જાળીમાં ફસાયેલા વૃદ્ધને સુરત ફાયરે રેસ્ક્યુ કર્યુ હતું.
સુરતના જહાંગીરાબાદ ડી માર્ટ પાસે ટાઈમ ગેલેક્સી એ બિલ્ડિંગ માં 10 માળે રહેતા 57 વૃદ્ધ ઘરની બારી પાસે સુતા હતા તે દરમિયાન અચાનક પડી જતા 8માં માંળે બારી ના બહાર ના ભાગે લાગેલ જાળીમાં ફસાયા હતાં. પગ ગ્રિલમાં ફસાઈ ગયેલ જેમાં ફાયર કંટ્રોલ રૂમ ને કોલ મળતા ફાયર ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર દ્વારા તાતકાલિક બચાવ અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરાયુ હતું. તો 8માં માળે થી જાળી કાપી રેસ્ક્યુંની કામગીરી ચાલુ કરાવાઈ હતી. અંતે એક કલાક ની જેહમત અને મહા મેહનત બાદ વૃદ્ધનુ રેસ્ક્યું કરી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીક ના ગુરુકૃપા હોપિટલ ખાતે ખસેડાયા હતાં.

