Site icon hindtv.in

અમદાવાદમાં એક પ્રયાસ ચકલી બચાવવાનો

અમદાવાદમાં એક પ્રયાસ ચકલી બચાવવાનો
Spread the love

અમદાવાદમાં એક પ્રયાસ ચકલી બચાવવાનો
દરેક નવા ઘરમા ઘરની બહાર બખોલ રાખીયે
સંકલ્પ લઈશું તો જ ચકલી ન બચાવી શકાશે.

અમદાવાદના જૂના વિસ્તારો અને પોળોની શાન ગણાતી ચકલીઓની ચીં-ચીં હવે ધીમે-ધીમે શાંત થઈ રહી છે. આ લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવા અને તેમનું જતન કરવા માટે શહેરની સામાજિક સંસ્થા ‘એનિમલ લાઈફ કેર’ દ્વારા ‘એક પ્રયાસ ચકલી બચાવવાનો’ અભિયાન તેજ કરવામાં આવ્યું છે.

અમદાવાદના જૂના વિસ્તારો અને પોળોની શાન ગણાતી ચકલીઓની ચીં-ચીં હવે ધીમે-ધીમે શાંત થઈ રહી છે. આ લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવા સંસ્થા દ્વારા નાગરિકોને પોતાના ઘરની બહાર ચકલીઓ માટે માળા લગાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. સંસ્થાના કાર્યકરોનું કહેવું છે કે અગાઉના સમયમાં ઘરોની ડિઝાઈન એવી હતી કે જેમાં નાના ગોખલા અને છાજલીઓ રહેતી, જ્યાં ચકલીઓ આસાનીથી માળો બનાવી શકતી હતી. પરંતુ આધુનિક સિમેન્ટ-કોંક્રિટના મકાનોમાં આવી જગ્યાઓનો અભાવ હોવાથી ચકલીઓ પાસે રહેઠાણ બચ્યું નથી. વધતું જતું શહેરીકરણ, પ્રદૂષણ, મોબાઈલ ટાવરનું રેડિયેશન અને ઘટતા જતા વૃક્ષો આ નાનકડા પક્ષીના અસ્તિત્વ માટે મોટો ખતરો બની રહ્યા છે.

આ અભિયાન અંતર્ગત અમદાવાદના પરિમલ ગાર્ડન સહિતના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ જણાવ્યું કે, ‘અગાઉના સમયમાં બાળકો ચકલીઓની વાર્તાઓ સાંભળીને મોટા થતા હતા, પરંતુ આજની પેઢી માટે ચકલી જોવી પણ દુર્લભ બની ગઈ છે. જો દરેક પરિવાર પોતાના આંગણે કે ગેલેરીમાં એક નાનો માળો અને પાણીનું કુંડું રાખે, તો આ પક્ષીને ફરી પાછું લાવી શકાય છે.’…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version