સુરતના ઉનપાટીયા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો
18 વર્ષીય નિતેશ રોકડેના મોતથી શોકનો માહોલ
યુવકને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ
સુરતના ઉનપાટીયા વિસ્તારમાં 18 વર્ષીય નિતેશ રોકડેના મોતથી શોકનો માહોલ છવાયો છે. ભીંડી બજાર સ્થિત સુમન શક્તિ આવાસમાં રહેતા નિતેશના મોતને લઈને પરિવારજનોએ અનેક આક્ષેપો કર્યા હતા કે યુવકને માર મારવામાં આવ્યો હતો અને તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી નિતેશ રોકડે છેલ્લા ચાર વર્ષથી ભેસ્તાન વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. યુવકના મોત બાદ પરિવારજનોએ સમગ્ર ઘટનાની યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ નિતેશ સાથે મારપીટ કરવામાં આવી હોવાની આશંકા છે. જોકે, પરિવારના જણાવ્યા પ્રમાણે મૃતકના શરીર પર કોઈ સ્પષ્ટ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. જેના કારણે સમગ્ર મામલો વધુ રહસ્યમય બન્યો છે. હાલ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી છે. યુવકના મોતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સામે આવશે. નિતેશના અચાનક મોતથી પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો છે.

