Site icon hindtv.in

સુરતમાં ઓપરેશન સિંદૂરને લઇ જશ્નનો માહોલ

સુરતમાં ઓપરેશન સિંદૂરને લઇ જશ્નનો માહોલ
Spread the love

સુરતમાં ઓપરેશન સિંદૂરને લઇ જશ્નનો માહોલ
પાકિસ્તાનમાં બોમ્બ ફૂટ્યાં, તો ભારતમાં ફટકાડાં
નવી સિવિલના નર્સિંગ સ્ટાફ દ્વારા ખુશી વ્યક્ત કરાઈ
સુરતમાં રાષ્ટ્રધ્વજ લઈ લોકોએ રસ્તા પર ઉતરી ઉજવણી કરી

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસી આતંકીઓના અડ્ડાઓને નાશ કરતા દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓપરેશન સિંદુર હેઠળ આતંકવાદીઓને ભારતીય સેનાએ ઠાર કરતા સુરતમાં રાષ્ટ્રધ્વજ લઈ લોકોએ રસ્તા પર ઉતરી ઉજવણી કરી હતી.

જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા કરાયેલા હુમલામા નિર્દોષો શહીદ થયા હતા તેનો બદલો ભારતીય સેનાએ પાકિસ્તામાં ઘુસી આતંકીઓના ઠેકાણાઓ પર હુમલો કરી લઈ લેતા દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓને ઠાર કરાયા હતાં. જેને લઈ સુરત નવી સિવિલના જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. સેનાની કાર્યવાહી અંગે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજ લઈ ભારત માતાના નારા લગાવ્યા હતાં.  ભારતનો રાષ્ટ્રઘ્વજ લઈ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા તો સાથે સુરત નવી સિવિલના નર્સિંગ સ્ટાફ દ્વારા ખુશી વ્યક્ત કરાઈ હતી.

Exit mobile version