Site icon hindtv.in

કામરેજમાં બ્રાન્ડેડના નામે નકલી શેમ્પુની 4,115 બોટલ ઝડપાઈ, એકની ધરપકડ

કામરેજમાં બ્રાન્ડેડના નામે નકલી શેમ્પુની 4,115 બોટલ ઝડપાઈ, એકની ધરપકડ
Spread the love

કામરેજમાં બ્રાન્ડેડના નામે નકલી શેમ્પુની 4,115 બોટલ ઝડપાઈ, એકની ધરપકડ
કામરેજમાં નકલી શેમ્પૂનું ગોડાઉન ઝડપાયું, ₹49 લાખનો મુદ્દામાલ જપ્ત

કામરેજ: સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં નકલી ઉત્પાદનો વેચવાનો ધંધો યથાવત છે. નવાગામ ખાતે આવેલા એક ઉદ્યોગિક વિસ્તારમાં હેડ એન્ડ શોલ્ડર્સ (Head & Shoulders) કંપનીના નામે નકલી શેમ્પૂનું ગોડાઉન ઝડપાયું છે.

પોલીસ અને હેડ એન્ડ શોલ્ડર્સ કંપનીના કર્મચારીઓએ સંયુક્ત રીતે દરોડો પાડીને મોટા જથ્થામાં નકલી શેમ્પૂનો પર્દાફાશ કર્યો. તપાસમાં જાણવા મળ્યું કે આ નકલી શેમ્પૂ બોટલોમાં ભરીને તેના પર કંપનીના જેવા જ સ્ટીકરો લગાવી દેવામાં આવતા હતા. આ નકલી શેમ્પૂ ફ્લિપકાર્ટ (Flipkart) જેવી ઓનલાઇન સાઇટ પર વેચવામાં આવતા હતા, પરંતુ માલ રદ્દ થતા તેને નવાગામના ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો. એક ભેજાબાજ યુવક આ નકલી જથ્થો હોલસેલ વેપારીઓને વેચવાની ફિરાકમાં હતો. પોલીસે આ મામલે એક યુવકની ધરપકડ કરી છે અને તેની પાસેથી ₹49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં, પોલીસે આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે…

Exit mobile version