Site icon hindtv.in

સુરતમાં એક વિસ્તાર જળબંબાકાર બન્યો

સુરતમાં એક વિસ્તાર જળબંબાકાર બન્યો
Spread the love

સુરતમાં એક વિસ્તાર જળબંબાકાર બન્યો
પુણા અને ગોડાદરા વચ્ચેનો માર્ગ પાણીમાં ગરકાવ
પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો

સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વધુ એક વિસ્તાર જળબંબાકાર બન્યો છે જેમાં પુણા અને ગોડાદરા વચ્ચેનો માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો છે.

ભારે વરસાદને કારણે ખાડીનું જળસ્તર વધતાં પાણી રસ્તા પર ફરી વળ્યાં છે. જેના કારણે પુણાથી ગોડાદરા જોડતો મુખ્ય માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. રસ્તા પર પાણી ભરાતા લોકો જીવના જોખમે પગપાળા રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. રોજિંદા કામકાજ માટે નીકળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પ્રશાસન તરફથી કોઈ અસરકારક સહાયતા કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સતત વરસાદ અને પાણીના ભરાવાને કારણે સમગ્ર વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો તાત્કાલિક રાહતની માંગ કરી રહ્યા છે.

Exit mobile version