માંડવી તાલુકાના ગંગાપુર હર્ષદ ખાતે વાર્ષિક ઉત્સવ
સુરત જિલ્લામા ચાલતાં બાલ સંસ્કાર કેન્દ્રનો વાર્ષિક ઉત્સવ
19 બાલ સંસ્કાર કેન્દ્રના બાળકોઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો
માંડવી તાલુકાના ગંગાપુર હર્ષદ ખાતે જનજાતિ કલ્યાણ અનાથ આશ્રમ દ્વારા પશ્ચિમ ક્ષેત્ર આયામ પ્રમુખ જગદીશભાઈ રાવલ અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો.
માંડવી તાલુકામાં જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા સુરત જિલ્લામા ચાલતાં બાલ સંસ્કાર કેન્દ્રનો વાર્ષિક ઉત્સવ તા.8 ફેબ્રુઆરીના રવિવારના રોજ ગાંગપૂર હર્ષદ અનાથ આશ્રમમાં યોજાયો હતો. જેમાં ઉંમરપાડા, માંડવી અને માંગરોળ તાલુકાઓમાંથી 19 બાલ સંસ્કાર કેન્દ્રના બાળકોઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આદિવાસી સંસ્કૃતિનોને ઉજાગર કરતી અનેક કૃતિઓ રજૂ થઈ હતી. તેમજ આશ્રમ શાળાના બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વદેશિયા અને સરકુઈ ગામની બહેનોએ પારંપરિક વેશભૂષામાં અને નૃત્ય સાથે આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમ પશ્ચિમ શ્રેત્ર શિક્ષા આયામ પ્રમુખ જગદીશજી રાવલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પ્રાન્તના મહામંત્રી યોગેશગામીત, શિક્ષા આયામ પ્રમુખ નયનાબેન ગામીત તેમજ સુરત મહાનગર, માંડવી, ઝંખવાવથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં બાળકો, ભાઈઓ અને બહેનો પણ હાજર રહ્યા હતાં. દરેક કૃતિઓ રજૂ કરનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં કાર્યક્રમના અંતે સૌ સમૂહ ભોજન કર્યું હતું…

