Site icon hindtv.in

સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં અકસ્માતની ઘટના

સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં અકસ્માતની ઘટના
Spread the love

સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં અકસ્માતની ઘટના
સંસ્કૃતિ સુડા આવાસની બહાર સ્પીડ બ્રેકર ન હોવાના કારણે અકસ્માત
અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ

સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં સંસ્કૃતિ સુડા આવાસની બહાર સ્પીડ બ્રેકર ન હોવાના કારણે બાઈક ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા સંસ્કૃતિ સુડા આવાસની બહાર રોડ પર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, રોડ પરથી પસાર થતો બાઈક ચાલક અચાનક અકસ્માતનો ભોગ બન્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, વિસ્તારમાં સ્પીડ બ્રેકર ન હોવાના કારણે વાહનો વધુ ઝડપે પસાર થાય છે, જેના કારણે અકસ્માતની શક્યતા વધી રહી છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો અને તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની માંગ ઉઠી છે.

Exit mobile version