Site icon hindtv.in

સુરતના ડિંડોલી વિસ્તારમાં અકસ્માતની ઘટના

સુરતના ડિંડોલી વિસ્તારમાં અકસ્માતની ઘટના
Spread the love

સુરતના ડિંડોલી વિસ્તારમાં અકસ્માતની ઘટના
માનસી રેસીડેન્સી પાસે પાણીના ટેન્કરનો બાળક સાથે અકસ્માત ટળયો
બોરવેલ માલિકો સામે કોઈ કાર્યવાહી કરવા માંગ

સુરતના ડિંડોલી વિસ્તારમાં માનસી રેસીડેન્સી પાસે પાણીના ટેન્કરને લઈ અકસ્માતની ઘટના બનતા રહી ગઈ હતી. જો કે સ્થાનિકોએ ભારે વાહનોને લઈ આક્ષેપો કર્યા હતાં.

સુરતના ડીંડોલી વિસ્તારના માનસી રેસીડેન્સી પાસે પાણીના ટેન્કર કારણે એક મોટો અકસ્માત થતાં થતાં ટળ્યો હતો. સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે અહીં ગેરકાયદેસર રીતે ભૂગર્ભ જળ કાઢીને ટેન્કર મારફતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. દિવસ-રાત પાણી ભરેલા ટેન્કરોની અવરજવરથી રસ્તાઓ પર પાણી ફેલાઈ જાય છે, જેના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલી પડે છે. વારંવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં બોરવેલ માલિકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવીનથી. આજે એક બાળકનો અકસ્માત ટળી ગયો, પરંતુ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં પ્રશાસને તાત્કાલિક નોંધ લેવા સ્થાનિકોએ આગ્રહ કર્યો છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ બોરવેલ કોણ ચલાવે છે? ભૂગર્ભ જળ કાઢવાની મંજૂરી કોને આપી છે? શું આ કામગીરી ખાણ-ખનીજ વિભાગ, આરોગ્ય વિભાગ અને કલેક્ટરની મંજૂરીથી થઈ રહી છે? શું કાયદા મુજબ ભૂગર્ભ જળ કાઢવામાં આવી રહ્યું છે કે પછી પોતાની સ્વાર્થસાધના માટે મનફાવે તેટલું પાણી કાઢી અપરાધ કરવામાં આવી રહ્યો છે? હવે કાર્યવાહી થશે કે નહીં અને કોણ કરશેએ જોવાનું રહ્યું.

Exit mobile version