Site icon hindtv.in

સુરતના બારડોલી નજીક બે બસ વચ્ચે સર્જાયેલા અકસ્માત

સુરતના બારડોલી નજીક બે બસ વચ્ચે સર્જાયેલા અકસ્માત
Spread the love

સુરતના બારડોલી નજીક બે બસ વચ્ચે સર્જાયેલા અકસ્માત
ઈજાગ્રસ્તોને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા સિવિલ હોસ્પિટલે પહોંચ્યા

સુરતના બારડોલી નજીક બે બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હોય જેઓની મુલાકાત લેવા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં.

બારડોલી નજીક સર્જાયેલી દુર્ઘટનાના ઈજાગ્રસ્તોની મુલાકાત લેવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ગાંધીનગરથી સીધા સુરત આવી મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓ સાથે મુલાકાત કરી તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી પાનસેરિયાએ હોસ્પિટલના તબીબો અને અધિકારીઓ સાથે ચર્ચા કરી દર્દીઓને તમામ જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી. ઈજાગ્રસ્તોને કોઈપણ પ્રકારની સારવારમાં વિલંબ ન થાય અને શ્રેષ્ઠ સારવાર મળી રહે તેની ખાસ કાળજી રાખવા જણાવ્યું હતું. આ દરમિયાન મંત્રીએ દર્દીઓના પરિવારજનો સાથે પણ વાતચીત કરી તેમને હિંમત અને આશ્વાસન આપ્યું હતું. મુશ્કેલ સમયમાં સરકાર તેમની સાથે હોવાનું જણાવી દર્દીઓના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના વ્યક્ત કરી હતી.

Exit mobile version