સિહોર તાલુકાના સણોસરા નજીક કાર અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો
અકસ્માતમાં રંઘોળા ગામના ધનજીભાઈ જોગદયાનું ઘટનાસ્થળે મોત
ગંભીર ઇજાગ્રસ્ત કિરણભાઈનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું
અકસ્માતની ઘટનાને લઈને હોસ્પિટલ ચોકી ખાતે નોંધ કરાઈ
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા નજીક કાર અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરના સિહોર તાલુકાના સણોસરા નજીક સર્જાયો અકસ્માત કાર અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા બે લોકોને ઇજા પહોંચી જેમાં રંઘોળા ગામના ધનજીભાઈ જોગદયાનું ઘટના સ્થળે મોત થયું જ્યારે કિરણભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું અકસ્માતની ઘટનાને લઇ હોસ્પિટલ ચોકી ખાતે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

