Site icon hindtv.in

સુરતના ગાંધીકુટી સર્કલ પાસે ચાર કાર અથડાતા અકસ્માત

સુરતના ગાંધીકુટી સર્કલ પાસે ચાર કાર અથડાતા અકસ્માત
Spread the love

સુરતના ગાંધીકુટી સર્કલ પાસે ચાર કાર અથડાતા અકસ્માત
ઉભેલી ગાડીઓમાં પાછળથી એક કાર ઘૂસી જતા અકસ્માત
અકસ્માત બાદ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

સુરતના ગાંધીકુટી સર્કલ પાસે એકસાથે ચાર કાર અથડાતા અકસ્માત સર્જાયો છે. સિગ્નલ બંધ હોવાના કારણે ઉભેલી ગાડીઓમાં પાછળથી એક કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક પરિવાર સવાર કારને નુકસાન પહોંચ્યું હતું, જોકે સદનસીબે કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી. અકસ્માત બાદ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

સુરતના ગાંધીકુટી સર્કલ પાસે એક પછી એક વાહનોની અથડામણની ઘટના સામે આવી હતી. સિગ્નલ બંધ હોવાના કારણે રસ્તા પર વાહનોની લાઈન લાગી હતી, ત્યારે પાછળથી ઝડપે આવેલી એક કાર ઉભેલી ગાડીઓમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે કુલ ચાર કાર એકસાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક પરિવાર સવાર કારને ભારે નુકસાન થયું હતું, જોકે સદનસીબે કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ નોંધાઈ નથી. ઘટના બાદ રસ્તા પર ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

Exit mobile version