Site icon hindtv.in

સુરતના વેસુ વિસ્તારમાં અકસ્માત થતાં વેપારીની 18 વર્ષીય દિકરીનું મોત

સુરતના વેસુ વિસ્તારમાં અકસ્માત થતાં વેપારીની 18 વર્ષીય દિકરીનું મોત
Spread the love

સુરતના વેસુ વિસ્તારમાં અકસ્માત થતાં વેપારીની 18 વર્ષીય દિકરીનું મોત
વેપારીની એકની એક દીકરીનુ માથામાં ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યુ
‘કાવ્યાએ હેલ્મેટ પહેર્યું હોત, તો આજે તે અમારી વચ્ચે હોત’ : કાવ્યાના પરિવાર

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વેસુમાં મોપેડ સ્લીપ થતા વેપારીની એકની એક દીકરીનુ માથામાં ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યુ હતું.

સુરતના વેસુ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં 18 વર્ષય યુવતીનું મોત નિપજ્યુ હતું. મોપેડ સ્લીપ થતા વેપારીની એકને એક દીકરીનું મોત નીપજ્યું હતુ જેને લઈ પરિવારજનો પર પર આભ તૂટી પડ્યો હતો. તો મૃતક યુવતિ કાવ્યાના પરિવારે જમાવ્યુ હતું કે મોપેડ ચલાવતી વખતે કાવ્યાએ હેલ્મેટ પહેર્યુ ન હતુ અને તેની મોપેડ સ્લીપ થતા તેને માથામાં ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યુ હતુ જેથી તમામ ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેરવુ જોઈએ તેમ કહ્યુ હતું.

Exit mobile version