Site icon hindtv.in

11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા ઝડપાઈ

11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા ઝડપાઈ
Spread the love

11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા ઝડપાઈ
શામળાજી પાસેથી ચાલતી બસમાંથી ઝડપાયાં
ટ્યૂશન દરમિયાન એકબીજાને પસંદ કરવા લાગ્યાં
બીજો મોબાઈલ ચાલુ રાખ્યો ને દબોચાઈ

11 વર્ષના વિદ્યાર્થીને 23 વર્ષની શિક્ષિકા ભગાડી ગઈ હોવાના બનેલા ચકચારી બનાવમાં આખરે પોલીસને સફળતા મળી છે. ઘટનાના 4 દિવસ બાદ શિક્ષિકાને પોલીસે ઝડપી લીધી છે. હાલ શિક્ષક અને વિદ્યાર્થી બંનેને સુરત લવાયા છે. શિક્ષિકા 25 એપ્રિલે બપોરે વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી.

સુરતના પુણા વિસ્તારમાં રહેતો અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતાં કરિયાણાના વેપારીનો 11 વર્ષીય પુત્રને તેની નજીકના વિસ્તારમાં જ રહેતી તેની ટ્યૂશન કમ સ્કૂલ શિક્ષિકા 25 એપ્રિલે બપોરે ભગાવી ગઇ હતી. સોસાયટીના સીસીટીવી ચેક કરતાં આ બાળકને તેની 23 વર્ષીય શિક્ષિકા સાથે લઈ જતી હોવાનું અને તેના ખભા પર એક બેગ પણ દેખાઈ આવી હતી. વિદ્યાર્થી અને શિક્ષિકાનો પત્તો મેળવવાના ઇરાદે પોલીસે ચાર ટીમ બનાવી હતી અને જોરશોરથી તપાસ શરૂ કરી હતી. પુણા પોલીસે જણાવ્યુ હતું કે શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો. જેથી તેને ટ્રેસ કરવી પોસિબલ ન હતી. આ સાથે જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યાં ન હતાં. જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યાં હોવાની આશંકા સાથે વધુ તપાસ કરાઈ હતી. દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની જાણ થઈ હતી. જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરાયો હતો. મોબાઈલ નંબરના આધારે પુણા પોલીસ દ્વારા ચાર પોલીસ કર્મચારીઓની એક ટીમને શિક્ષિકા અને વિદ્યાર્થી પાછળ મોકલવામાં આવ્યા હતા. તેઓને સવારે 4:00 વાગ્યા આસપાસ રાજસ્થાનની બોર્ડર પર શામળાજી પાસેથી ચાલતી બસમાંથી ઝડપી પાડવામાં આવ્યાં હતાં. બંનેને બસમાંથી નીચે ઉતારી પોલીસ કર્મચારીઓ સુરત લાવ્યા હતાં. છેલ્લા ચાર દિવસથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને બસમાં સફર કરીને સુરતથી 390 કિમીથી પણ વધુ દૂર પહોંચી ગયાં હતાં. તો બંનેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, શિક્ષિકા અને વિદ્યાર્થી બંને છેલ્લાં ત્રણ વર્ષથી એકાબીજાને ઓળખે છે. બંનેનાં પરિવારજનો પણ એકબીજાના પરિવારને ઓળખે છે અને સંપર્કમાં પણ છે. વિદ્યાર્થી આ શિક્ષિકા પાસે છેલ્લાં ત્રણ વર્ષથી ટ્યૂશન જતો હતો. પહેલાં ત્રણ વિદ્યાર્થીઓ હતા જ્યારે છેલ્લા એક વર્ષથી આ એક જ વિદ્યાર્થી તેના ઘરે ટ્યૂશન માટે જતો હતો. જેથી બંને એકબીજાને પસંદ પણ કરવા લાગ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આ અજીબ ઘટના સુરત શહેરમાં ચર્ચાસ્પદ બની છે. વિદ્યાર્થીને ભગાવી જવા પાછળનો ઇરાદો શું હતો તે જાણવા પોલીસ મથી રહી છે.

Exit mobile version