Site icon hindtv.in

અમદાવાદમાં એએમટીએસ વિભાગે કરી મોટી જાહેરાત.

અમદાવાદમાં એએમટીએસ વિભાગે કરી મોટી જાહેરાત.
Spread the love

વિદ્યાર્થિનીઓ અને વિધવા બહેનો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર.
વિદ્યાર્થિનીઓને 12માં ધોરણ સુધી ટિકિટ દરોમાં 85% ડિસ્કાઉન્ટ.
વિધવા બહેનોને ટિકિટ દરમાં ખાસ 50% ડિસ્કાઉન્ટ

રાજ્યની અમદાવાદ શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટે મોટી જાહેરાત કરી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસ એ મોટી જાહેરાત કરી છે. એએમટીએસએ વિદ્યાર્થીનીઓ, વિધવા બહેનો માટે ખાસ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.

અમદાવામાં એમટીએએસએ વિદ્યાર્થિનીઓ અને વિધવા બહેનો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત કરી છે જેમાં કન્સેસન ( ખાસ પ્રકારનું DISCOUNT ) અંગે ખાસ નિર્ણયો લેવામાં આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ધોરણ 10 પાછો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 12માં ધોરણ સુધી બસની તમામ ટિકિટોના દરમાં 85% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને માતા-પિતા વગરના બાળકોને ફ્રી પાસનું વિતરણ કરવામાં આવશે તેમજ અમદાવાદમાં રહેતી વિધવા બહેનોને ટિકિટ દરમાં ખાસ 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Exit mobile version