Site icon hindtv.in

અમરેલી : યુવકનું ડૂબી જતા મોત

અમરેલી : યુવકનું ડૂબી જતા મોત
Spread the love

અમરેલી : યુવકનું ડૂબી જતા મોત
ઠેબી નદીમાં અમદાવાદના યુવકનું ડૂબી જતાં મોત થયું
ફાયરે 5 કલાકની જહેમત બાદ મૃતદેહનું રેસ્ક્યુ કર્યું

અમરેલી શહેરમાં લીલા નગર રેલ્વેના પુલ નીચે ઠેબીડેમ નદીમાં કોઈ અજાણી વ્યક્તિ ડૂબી જતાં ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ડૂબી ગયેલ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી પોલીસે તપાસ હાથ ધરી..

અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે ટેલીફોનિક જાણ થયેલ કે અમરેલી શહેરના લીલા નગર વિસ્તારમા રેલ્વેના પુલ નીચે ઠેબી ડેમ નદીના ભાગે કોઈ અજાણી વ્યક્તિ ડૂબી ગયેલ છે તેવી જાણ થતા જ અમરેલી ઈન્ચાર્જ ફાયર ઓફિસર એચ.પી સરતેજાના માર્ગદર્શન હેઠળ અમરેલી ફાયર ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આશરે પાંચ કલાકની ભારે જહેમત બાદ ડૂબી ગયેલ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી પ્રાથમિક તપાસ કરતા મૃતકનું નામ હરેશભાઈ ભાટી ઉંમર વર્ષ આશરે 35 પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું.

Exit mobile version