અમરેલી : 26મીથી નવી સિસ્ટમ ગુજરાત પર લાવશે ભારેથી અતિભારે !
26મીથી નવી સિસ્ટમ ગુજરાત ઉપર પ્રભાવી બનવા જઈ રહી છે.
રાજસ્થાનમાં 26 ઓગષ્ટ સુધી અને ગુજરાતમાં 30 ઓગષ્ટ 2025 સુધી ભારેથી અતિભારે વરસાદનો યોગ -જયપ્રકાશ માઢક
બંગાળની ખાડીની નવી સીસ્ટમ પ્રભાવી થતા વિવિધ મોસમી પ્રણાલીઓ તથા ટ્રફ લાઈન સામાન્ય સ્થિતિ માં હોવાને કારણનુ અનુમાન હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકે આગાહી કરી..
ગુજરાતમાં 26ઓગષ્ટ થી ઓગષ્ટ અંત સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ સમયમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દ. ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છ ના અમુક ભાગો માં ભારેથી અતિભારે તો અમુક ભાગો માં છૂટ્ટો છવાયો વરસાદ પડશે દેશના તટીય પ્રદેશો, કોંકણ,મુંબઈ,તથા હિમાચલ અને ઉત્તરાખંડ માં પણ ભારે વર્ષા થશે તેથી લેન્ડસ્લાઈડ, જલભરાવ અને પૂરથી સંભાળવુ પડશે હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકે આગાહી કરી.

