અમરેલી : ધારાસભ્ય હીરા સોલંકી આવ્યા ખેડૂતોની વહારે
દાદાગીરી નહીં ચાલે, ચલો તાળું તોડો- ધારાસભ્ય હીરા સોલંકી
ખાનગી કંપની દ્વારા રસ્તા પર દબાણ કરતા ખેડૂતોમા રોષ
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાણીગપરા ગામમાં ખાનગી કંપની દ્વારા કરાયેલું દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં માળિયા પરાના રહેવાસીઓના સરાકડીયા જવાના રસ્તા પર કંપનીએ તાર ફેન્સિંગ અને ગેટ ઊભા કરી દીધા હતા.
આઝાદી સમયથી ચાલતો આ ગાડા માર્ગ છેલ્લા બે મહિનાથી બંધ કરી દેવાયો હતો. ચોમાસાની સીઝનમાં ખેડૂતોને ખેતીકામ માટે અવરજવર કરવામાં મુશ્કેલી પડતી હતી. સ્થાનિક લોકોએ ધારાસભ્ય હીરા સોલંકી અને વહીવટી તંત્રને રજૂઆત કરી હતી રજૂઆત બાદ ધારાસભ્ય હીરા સોલંકી અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ખેડૂતો અને પશુપાલકોએ પોતાની વેદના રજૂ કરી હતી. ધારાસભ્ય સોલંકીએ સ્થાનિક લોકોને દબાણ દૂર કરવાનો આદેશ આપ્યો હતો. ધારાસભ્યે જણાવ્યું કે રાજાશાહી વખતનો આ કાયમી રસ્તો કોઈએ બંધ કરી દીધો હતો. ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ ધારાસભ્યનો આભાર માન્યો હતો.

