અમરેલી : મામાની દીકરીને ભાણેજ ભગાડી જતાં માતાની હત્યા
બગસરામાં 48 વર્ષીય મહિલાને સગા ભાઈએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
બગસરા પોલીસ સ્ટેશમાં હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી
આરોપીને પકડવા પોલીસએ કવાયત હાથ ધરવામાં આવી
બગસરા તાલુકાના સાપર ગામમાં દીકરી-દીકરાના પ્રેમ પ્રકરણમાં એક ભાઈએ પોતાની સગી બહેનની હત્યા કરી નાખી છે. 48 વર્ષીય મહિલાની તેમના મકાનમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.હત્યાનું કારણ મામાની દીકરીને મહિલાનો દીકરો ભગાડી જતાં માતાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
ચકચારી હત્યાના બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે મૃતક ગીતાબેનના સગા ભાઈ નરેશભાઈ ખીમજીભાઈ ચૌહાણે આ હત્યાને અંજામ આપ્યો છે. હત્યાનું કારણ મૃતક ગીતાબેનના દીકરા હાર્દિક અને આરોપી નરેશભાઈની દીકરી ખુશી વચ્ચેના પ્રેમસંબંધને ગણવામાં આવી રહ્યું છે. બંને વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા, જેનાથી નરેશભાઈ મનદુઃખમાં હતો. આ મનદુઃખના કારણે તેણે પોતાની સગા બહેનની છરી વડે હત્યા કરી નાખી.બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એએસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો દ્વારા આરોપીની ધરપકડ માટે કવાયત હાથ ધરવામાં આવી છે. કાયદેસરની કાર્યવાહી માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
