Site icon hindtv.in

અમરેલી એલસીબીએ ભાવનગર રેન્જમાં બાઈક ચોરતી ગેંગને ઝડપી પાડી

અમરેલી એલસીબીએ ભાવનગર રેન્જમાં બાઈક ચોરતી ગેંગને ઝડપી પાડી
Spread the love

અમરેલી એલસીબીએ ભાવનગર રેન્જમાં બાઈક ચોરતી ગેંગને ઝડપી પાડી
ભાવનગર અને અમરેલી જિલ્લામાં બાઇક ચોરી કરતા 5 તસ્કરો ઝડપાયા
જેસર અને પચ્ચેગામના 5 તસ્કરો અમરેલી એલસીબીએ દબોચી લીધા
25 જેટલી બાઇક ચોરીની 5 તસ્કરોએ કરી કબૂલાત
6 લાખ 24 હજારના બાઇક સાથે 5 તસ્કરો ઝડપાયા

અમરેલી ભાવનગર પંથકમાંથી 24 બાઇકની ચોરી કરનાર 5 ઝડપાયા, પોલીસે આરોપીઓ પાસેથી 6 લાખથી વધુનો મુદામાલ કબજે લીધો હતો

અમરેલી એલસીબીની ટીમે બાતમીના આધારે ગારીયાધાર તાલુકાના પચ્છેગામના ભાવેશ ઉર્ફે કાનો કાંતીભાઇ વાઘેલા અને તે જ ગામના નરેશ ઉર્ફે ભોળો ડાયાભાઇ વાઘેલા નામના બાઇક ચોરને ઝડપી લીધા હતા. આ બંને શખ્સો પાસેથી ચાર ચોરાઉ બાઇક મળ્યાં હતા જે તેણે દામનગર ઉપરાંત પરવડી, સુરત અને ચૌંડા ગામમાથી ચોર્યા હતા. આવી જ રીતે પોલીસે જેસરના ભાવેશ ઉર્ફે જોખમ ભરતભાઇ ચુડાસમા જગદીશ ઉર્ફે બજેડી પ્રવિણભાઇ વાઘેલા અને નિલેશ મધુભાઇ ચુડાસમાને પણ બાઇક ચોરીમા ઝડપી લીધા હતા.આગવીઢબે પુરછપરછ કરાતા આ ત્રણેય શખ્સોએ છેલ્લા એક વર્ષના ગાળામા જુદાજુદા સ્થળેથી 20 બાઇકની ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ બાઇક કુંડલા, મહુવા, તળાજા, અલંગ, બગદાણા પંથકમાથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

પોલીસે બંને પાસેથી 6.25 લાખનો મુદામાલ કબજે લીધો હતો. જિલ્લા પોલીસવડા સંજય ખરાતે જણાવ્યું કે દામનગરમાથી 1, ગારીયાધારમાથી 1, સુરતમાથી 1, પાલિતાણામાથી 1, સાવરકુંડલામાથી 5, સાવરકુંડલા તાલુકામાથી 1, મહુવા શહેરમાથી 7, મહુવા તાલુકામાથી 4, બગદાણામાથી 1 અને તળાજા તથા અલંગમાથી એક-એક બાઇક ચોરાયુ હતુ. દરમિયાન ભાવેશ ઉર્ફે જોખમ ભરત ચુડાસમા ભુતકાળમા મહુવા જેસર અને પાલિતાણા પંથકમા જુદાજુદા પાંચ ગુનામા સંડોવાયેલો હતો. જયારે જગદીશ પ્રવિણ વાઘેલા મહુવા, ભાવનગર, વંડા અને જેસરમા જુદાજુદા પાંચ ગુનામા સંડોવાયેલો હતો.

Exit mobile version