સુરત કતારગામ કિરણ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ ડિવાઈડર પર ચઢી
એમ્બ્યુલન્સને બહાદુરસિંહે બ્રિજ પર ડિવાઈડર પર ચઢાવી દીધી
અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
સુરતના કતારગામ ખાતે આવેલ કિરણ હોસ્પિટલ ખાતે દર્દીને લઈ આવેલી એમ્બ્યુલન્સ ડિવાઈડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો.
સુરતમાં અકસ્માતની ઘટનાઓ વચ્ચ કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલની એમ્બ્યુલન્સ દર્દીને લઈ આવી હતી ત્યારે ચાલકે ઓવર ટેક કરવાની લ્હાઈમાં સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ લઈ બહાદુરસિંહ બ્રિજ પર ડિવાઈડર પર ચઢાવી દીધી હતી. એમ્બ્યુલન્સમાં દર્દી હોય જેથી તાત્કાલિક દર્દીને કિરણ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

