Site icon hindtv.in

સુરતમાં આસ્થા, પરંપરા અને ભક્તિનો અદભુત સંગમ

સુરતમાં આસ્થા, પરંપરા અને ભક્તિનો અદભુત સંગમ
Spread the love

સુરતમાં આસ્થા, પરંપરા અને ભક્તિનો અદભુત સંગમ
શહેરની સૌથી પ્રાચીન રથયાત્રા ભવ્ય રીતે નીકળી
મોટા ગૌડિયા બાવાજીના મંદિરથી ભગવાન શ્રીજગન્નાથની રથયાત્રા

સુરતમાં આસ્થા, પરંપરા અને ભક્તિનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. જેમાં શહેરની સૌથી પ્રાચીન રથયાત્રા ભવ્ય રીતે નીકળી હતી. મોટા ગૌડિયા બાવાજીના મંદિરથી ભગવાન શ્રીજગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની રથયાત્રાએ હજારો ભક્તોને ભક્તિમય બનાવ્યા હતાં.

સુરતના મોટા ગૌડિયા બાવાજીના મંદિરથી ભગવાન શ્રીજગન્નાથની ભવ્ય રથયાત્રા પરંપરાગત વિધિ સાથે પ્રસ્થાન કરી હતી. રસ્તાઓ પર જય જગન્નાથના ગુંજતા જયઘોષ, શંખનાદ અને ભજન-કીર્તન વચ્ચે ભક્તોનો જનસાગર ઉમટી પડ્યો. શ્રદ્ધાળુઓએ રથના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતાં. જ્યારે સમગ્ર વાતાવરણ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહના રંગે રંગાઈ ગયું હતું. સુરતની આ ઐતિહાસિક રથયાત્રાએ ફરી એકવાર શહેરની ધાર્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જીવંત બનાવ્યો હતો.

Exit mobile version