અમરેલી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના કેન્દ્રોના મેદાનમાં પડી
ગોડાઉનમાં પૂરતી જગ્યાના અભાવ
મગફળીની ટેકાના ભાવે ખરીદી બમ્પર થતા ગોડાઉન ભરાઈ ગયા
અમરેલી જિલ્લામાં ચાલુ સિઝનમાં ટેકાના ભાવે મગફળીની મોટા પાયે ખરીદી થઈ રહી છે. ગોડાઉનમાં પૂરતી જગ્યાના અભાવે જિલ્લાના કુલ 13 ખરીદી કેન્દ્રો પર મગફળીની બોરીઓના થપ્પા જોવા મળી રહ્યા છે. આ મગફળી હાલ માર્કેટયાર્ડ અને ખુલ્લા મેદાનોમાં સંગ્રહિત કરવામાં આવી છે. હવે ખેડૂતોને નવો માલ ક્યાં ઉતારવો એ મોટો પ્રશ્ન છે.
અમરેલી જિલ્લામાં ચાલુ સિઝનમાં ટેકાના ભાવે મગફળીની મોટા પાયે ખરીદી થઈ રહી છે. ગોડાઉનમાં પૂરતી જગ્યાના અભાવે જિલ્લાના કુલ 13 ખરીદી કેન્દ્રો પર મગફળીની બોરીઓના થપ્પા જોવા મળી રહ્યા છે, આ 13 કેન્દ્રો પૈકી, અમરેલી કેન્દ્ર ખાતે અંદાજે 80 હજાર બોરી, સાવરકુંડલા કેન્દ્રમાં 90 હજાર બોરી, બાબરા કેન્દ્રમાં 50 હજારથી વધુ બોરી, ખાંભા કેન્દ્રમાં 50 હજાર બોરી, કુકાવાવ કેન્દ્રમાં 20 હજાર બોરી, લાઠી કેન્દ્રમાં 25 હજાર બોરી અને ધારી કેન્દ્રમાં અંદાજે 45 હજાર બોરી મળી કુલ 360 બોરી મગફળીનો ભરાવો થયો છે. સૌથી વધુ ભરાવો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહ્યો છે. મગફળીના આ વિશાળ ઢગલાને કારણે માર્કેટિંગ યાર્ડમાં અન્ય ખેડૂતોના પાક લાવવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. ખેડૂતોને પોતાના પાક વેચવા માટે લાંબો સમય રાહ જોવી પડી રહી છે.
સાવરકુંડલા સંઘમાં 80થી 90 હજાર ગુણીઓનો સ્ટોક છે. સરકારને વિનંતી છે કે ગોડાઉનની વ્યવસ્થા કરે અને શીંગ જલ્દીથી જલ્દી ઉપડે તેવી વ્યવસ્થા કરે, જેથી બીજા ખેડૂતો જે શીંગ નાખવાની રાહ જોઈ રહ્યા છે, તેમને તક મળે. ખરીદીની તારીખ લંબાવવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. સરકારે આખા અમરેલી જિલ્લામાં સર્જાયેલી આ પરિસ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

