Site icon hindtv.in

સુરતની અલથાણ પોલીસે ગાંજા સાથે બેને ઝડપી પાડ્યા

સુરતની અલથાણ પોલીસે ગાંજા સાથે બેને ઝડપી પાડ્યા
Spread the love

સુરતની અલથાણ પોલીસે ગાંજા સાથે બેને ઝડપી પાડ્યા
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો
યશ નટવર પટેલ અને પ્રીયાંક ઉર્ફે પીયુ પ્રફુલ પટેલને ઝડપ્યા

સુરતની અલથાણ પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત હાઈબ્રિડ ગાંજા સાથે બેને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 4 અને મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝનની સુચનાથી અલથાણ પી.આઈ. ડી.ડી. ચૌહાણ અને પીએસઆઈ એનડી પરમારની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.પો.કો. જીતેશને મળેલી બાતમીના આધારે હાઈબ્રીજ ગાંજાના જથ્થા સાથે યશ નટવર પટેલ અને પ્રીયાંક ઉર્ફે પીયુ પ્રફુલ પટેલને ઝડપી પાડી તેઓ પાસેથી ગાંજાનો જથ્થો, મોપેડ અને મોબાઈલ સહિત 1 લાખ 39 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version