Site icon hindtv.in

સુરત મહાનગર પાલિકાના ખુલ્લા પ્લોટની ફાળવણી

સુરત મહાનગર પાલિકાના ખુલ્લા પ્લોટની ફાળવણી
Spread the love

સુરત મહાનગર પાલિકાના ખુલ્લા પ્લોટની ફાળવણી
પ્લોટની ફાળવણીને લઈને ગંભીર આક્ષેપો
લોકાયુક્ત અને ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ

સુરત મહાનગર પાલિકાના ખુલ્લા પ્લોટની ફાળવણીને લઈને ગંભીર આક્ષેપો સાથે લોકાયુક્ત અને ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં આવેલા કિંમતી ખુલ્લા પ્લોટની ફાળવણીને લઈને હવે વિવાદ સર્જાયો છે. આ મામલે અસલમ સાયકલવાલા દ્વારા નિવૃત્ત ન્યાયમૂર્તિ અને ગુજરાત લોકાયુક્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવ તેમજ ગુજરાત રાજ્ય તકેદારી આયોગ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 2021થી સ્થાયી સમિતિ દ્વારા વિવિધ ખુલ્લા પ્લોટ વ્યક્તિઓ અને સંસ્થાઓને છ મહિના માટે હંગામી ધોરણે ફાળવવામાં આવતા રહ્યા છે. ફરિયાદકર્તાના આક્ષેપ મુજબ, આ ફાળવણી માટે સેન્ટ્રલ વિજીલન્સ કમિશનની માર્ગદર્શિકા મુજબની ટેન્ડર પ્રક્રિયાનું પાલન કરવામાં આવતું નથી અને દર છ મહિને સ્થાયી સમિતિની બેઠકમાં વધારાની દરખાસ્ત રજૂ કરી ફાળવણીનું રિન્યુઅલ કરવામાં આવે છે.

ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક પ્લોટ નજીવા ભાડે ફાળવવામાં આવ્યા બાદ ત્યાં પેટા ભાડૂત રાખીને અથવા કોમર્શિયલ પ્રવૃત્તિ કરીને મોટી આવક કરવામાં આવી રહી છે. સાંભળો શુ કહ્યુ અરજી કરતા માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ.

Exit mobile version